રાજુલા ખાતે મકરસંક્રાતિના તહેવારો પર પક્ષીઓના મોત ન થાય અને પક્ષી બચાવવા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે શાળાના છાત્રો માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઇકાલે રાજુલા ખાતે અબોલ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત શાળાના વિધાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા યોજાઇ હતી.
રાજુલા પાલિકાનાપુર્વ પ્રમુખ ચિરાગ જોષી આયોજીત અને નેચર ક્લબના પ્રમુખ વિપુલ લહેરી તથા મહંત ભાવેશબાપુ ગોંડલીયા મારુતિ ધામ રાજુલા સહયોગથી તથા શહેરની સંસ્થા રાજુલા નાગરિક બેન્ક, વેદમાતા ગાયત્રી મંદિર ટ્રસ્ટ, માર્કેટીંગ યાર્ડ તથા રતીલાલ ભીમજી જોશી ટ્રસ્ટ શાળા શિક્ષકો તેમજ વેપારી મહાજન ભક્ત મંડળના સભ્યો બહોળી સંખ્યામાં જોડાયા હતા. સીઆરસી વિભાગ અજય ખુમાણ માર્ગદર્શન માધ્યમિક અને પ્રાથમિક શાળાનાા છાત્રોએ ભાગ લીધો હતો. જેમાં પ્રકૃતિ, પર્યાવરણ, અબોલ પક્ષી બચાઓ સ્પર્ધા રાખવામાં આવી હતી.
સ્પર્ધામાં સીટીના સરકારી શાળાના પચાસેક વિધાર્થીઓ ભાગ લીધા હતો. વીશ વિદ્યાર્થીઓ મુખ્ય સ્પર્ધામાં પાસ થયાં હતાં. બન્ને ગૃપમાં સાત નંબરને શિલ્ડ અર્પણ કરાયા હતા. આ સમારોહમાં પ્રમુખ નગરપાલિકા રમેશભાઇ કાતરીયા, માર્કેટ યાર્ડ પ્રમુખ છગનભાઇ ધડુક, ઉપપ્રમુખ મનુભાઈ ધાખડા, રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના મનિષભાઇ વાળા, રવુભાઈ ખુમાણ, દીલીપભાઇ વોરા, હાજર રહ્યા હતા. પ્રાસંગીક પ્રવચન નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ કાતરીયા ખેડૂત ઉત્પન્ન બજાર સમીતી ઉ પ્રમુખ મનુભાઈ ધાખડા વિપુલ લહેરી, ધમેન્દ્ર ભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.