વિજચોરી:અમરેલી, બાબરા અને લાઠીમાંથી 95 રહેણાંકમાં વિજ ચોરી ઝડપાઇ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજ વર્તુળ કચેરીની 38 ટીમોએ 602 રહેણાંકમાં ચેકીંગ કર્યું

અમરેલી વિજ વતુર્ળ કચેરી દ્વારા વિજ ચોરીને ડામવા માટે કડક ચેકીંગ હાથ ધર્યું હતું. અહી અમરેલી, બાબરા, લાઠી પંથકમાં 38 ટીમોએ 602 રહેણાંકમાં ચેકીંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન 38 રહેણાંકમાંથી 20.29 લાખની વિજ ચોરી ઝડપાઈ હતી.જુદીજુદી વિજ ચેકીંગ ટીમોએ ત્રાટકતા વિજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

અમરેલી વિજ વર્તુળ કચેરીના વનરાભાઈએ જણાવ્યું હતું કે આજે અમરેલીના ગજેરાપરા, કસ્બા, મીની કસ્બા, સંધી સોસાયટી, ચિતલ રોડ, મણીનગર ઉપરાંત લાલકા, વાંકીયા, સુખપર, ખંભાળા, ખાનપુર, કલોરાણા, વાવડા, કોટડાપીઠા, અકાળા, કૃષ્ણગઢ, લુવારીયા, કેરાળા, માલવીયા, પીપળીયા, મટીરાળા, અલીઉદેપુર અને વરસડા વિસ્તારમાં વિજ કચેરીની 38 ટીમે 602 રહેણાંકમાં ચેકીંગ હાથ ધર્યું હતું.

વિજ ચેકીંગ દરમિયાન 95 કનેકશનમાંથી 20.29 લાખની વિજ ચોરી ઝડપાઈ હતી. અમરેલી, લાઠી અને બાબરા પંથકમાં જુદી જુદી વિજ ચેકીંગ ટીમ ત્રાટકતા વિજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વિજ તંત્રએ કોર્પોરેટ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. અને જુદા જુદા સ્થળે વિજ ચેકીંગની કામગીરી હાથ ધરી વિજ ચોરી પકડી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...