આયોજન:અમરેલી માર્કેટીંગ યાર્ડમાં 10 બેઠકની ચૂંટણી યોજાશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર એક ઉમેદવારીપત્ર પરત ન ખેંચાતા

અમરેલી માર્કેટીંગયાર્ડની સામાન્ય ચુંટણી આગામી 12મી તારીખે યોજાવાની છે. પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ખેડૂત વિભાગની 10 બેઠક માટે 11 ઉમેદવારો બાકી બચતા હવે 12મીએ મતદાન થશે.

અમરેલી યાર્ડના તમામ ડિરેકટરો બિનહરીફ ચુંટાઇ આવે તેવા રાજકીય આગેવાનોએ પ્રયાસ કર્યા હતા. વેપારી વિભાગની ચાર બેઠક માટે કિસાન વિકાસ પેનલના માત્ર 4 ફોર્મ ભરાતા એ તમામ ઉમેદવારો બિનહરીફ થયા હતા. જયારે તેલીબીયા-મંડળી વિભાગના બે ઉમેદવારો બિનહરીફ થયા હતા. તો બીજી તરફ ખેડૂત વિભાગમા 10 બેઠકો છે. તેમા 16 ફોર્મ ભરાયા હતા. પરંતુ આ વિભાગની તમામ 10 બેઠકો પણ બિનહરીફ કરાવવા પ્રયાસ હતો.

જો કે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 11 ઉમેદવારો મેદાનમા રહી ગયા હતા. જેમા કિસાન વિકાસ પેનલના 10 ઉમેદવારો ઉપરાંત રણજીતભાઇ વાળાની પણ ઉમેદવારી યથાવત હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂત વિભાગમા 1250 જેટલા મતદારો છે જે આગામી 12મી તારીખે આ તમામ 11 ઉમેદવારો માટે મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...