મતદાન અવશ્ય કરો:બગસરાના બાલાપુરમાં ચુનાવ પાઠશાળા યોજાઇ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોએ હાથમાં બેનરો સાથે રેલી યોજી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો

વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃત્તિ આવે તે માટે વિવિધ માધ્યમથી મતદારોને અપીલ કરવામાં આવી રહી છે. બગસરા તાલુકાના બાલાપુર ખાતે ચુનાવ પાઠશાળા યોજવામાં આવી હતી. બાલાપુર ખાતે બાળકો દ્વારા રેલીના માધ્યમથી મતદાન આપણી પવિત્ર ફરજ બેનર હાથમાં રાખી મતદાન અવશ્ય કરોના નારા લગાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મતદારો દ્વારા મતદાનની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

વધુમાં વધુ મતદાન થાય તે બાબતે મતદાન જાગૃત્તિ કરવામાં આવી હતી.તો બીજી તરફ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાતા જાગૃત્તિ અભિયાન શરુ છે. વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં અનેક જાગૃત્તિ કાર્યક્રમ અન્વયે પ્રવૃત્તિ થઈ રહી છે. ખાંભા તાલુકાના જે.એન.મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અવસર લોકશાહીનો મતદાન જાગૃત્તિ રેલી યોજવામાં આવી હતી. મતદાતાઓને તેમના મત અને મતનું મૂલ્ય સમજાવી મતદાન એ ફરજ અને હક્ક છે, મતદાનના અધિકારના ઉપયોગ માટે મતદાન જાગૃત્તિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...