ચૂંટણી:12મીએ રાજુલા પાલિકાના નવા પ્રમુખની ચૂંટણી યોજાશે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર સાડા ચાર વર્ષમાં રાજુલાને 7માં નવા પ્રમુખ મળશે : કોંગ્રેસના 19 સભ્યો ભૂગર્ભમા

28માથી 27 સભ્યોની સજ્જડ બહુમતી હોવા છતા કોંગ્રેસમા આંતરિક વિખવાદના કારણે સાડા ચાર વર્ષમા છ પ્રમુખે રાજીનામુ આપ્યા બાદ હવે 12મી તારીખે સાતમા પ્રમુખની વરણી માટે બેઠક બોલાવવામા આવી છે. બીજી તરફ કોંગ્રેસના 19 સભ્યો ભુગર્ભમા ઉતરી ગયા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરને પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. પરંતુ નવાઇની વાત એ છે કે ધારાસભ્ય ડેર ખુદ પોતાના શહેરમા પાલિકાના સભ્યોને એક તાંતણે બાંધવામા સંપુર્ણ નિષ્ફળ રહ્યાં છે. રાજુલા નગરપાલિકામા પ્રજાએ 28માથી 27 સીટ કોંગ્રેસને જીતાડી હતી.

જયારે ભાજપને માત્ર એક સીટ મળી હતી. પરંતુ કોંગ્રેસની આંતરિક ખેંચતાણ, બળવાખોરીના કારણે પ્રમુખ પદ પર કોઇ ટકતુ નથી. પાલિકાના છઠ્ઠા પ્રમુખ તરીકે થોડા દિવસ પહેલા છત્રજીતભાઇ ધાખડાએ પોતાનુ રાજીનામુ ધરી દીધુ હતુ.

ત્યારબાદ હવે પાલિકાના નવા પ્રમુખ કોણ હશે તે અંગે લોકોમા ભારે ઇંતેજારી હતી. તેની વચ્ચે હવે 12મી તારીખે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમા નવા પ્રમુખની વરણી માટે બેઠક મળવા જઇ રહી છે. આજે આ અંગેનો એજન્ડા બહાર પાડવામા આવ્યો હતો. પ્રમુખની વરણી માટેની બેઠક નગરપાલિકાના હોલમા યોજાશે. છત્રજીતભાઇ ધાખડા અને રમેશભાઇ કાતરીયા તથા અન્ય 17 સભ્યો હાલમા ભુગર્ભમા હોવાનુ જાણવા મળેલ છે.

માત્ર છ માસ માટે નવા પ્રમુખ
અહી વારંવાર પ્રમુખ બદલાવા પાછળ માત્ર બળવાખોરી કારણભુત નથી પરંતુ સતાની ભુખના કારણે પ્રમુખ પદ માટે એકબીજાએ વારા રાખ્યાનુ પણ કહેવાય છે. હવે અહી અંતિમ છ માસ માટે નવા પ્રમુખનુ શાસન આવશે.

અન્ય સમાચારો પણ છે...