અમરેલી જિલ્લાની પાંચ સીટ પૈકી રાજુલા જાફરાબાદ સીટને બાદ કરતા અમરેલી, લાઠી, સાવરકુંડલા અને ધારી બેઠક વિસ્તારના લોકો મોટી સંખ્યામા ધંધાર્થે રાજયના અન્ય શહેરોમા વસી રહ્યાં છે. અમરેલી જિલ્લાના 2.84 લાખ લોકો પોતાનુ વતન છોડી અન્યત્ર સ્થાયી થયા છે. પરંતુ મતાધિકાર અમરેલી જિલ્લામા ધરાવે છે. જે પૈકી સૌથી વધુ લોકો સુરતમા સ્થાયી થયા છે અને ત્યારબાદ અમદાવાદમા સૌથી વધુ છે. આ ઉપરાંત મુંબઇ, વડોદરા જેવા શહેરોમા પણ અહીના લોકોની સંખ્યા મોટી છે. ઉમેદવાર ભાજપના હોય કે કોંગ્રેસના બંનેને આ સ્થિતિનો સામનો કરવો પડે છે.
દરેક ચુંટણીની જેમ આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેેદવારોએ સુરત અને અમદાવાદની વાટ પકડી છે. રાજુલા સીટના ઉમેદવારને બાદ કરતા ભાજપના બાકીના ચારેય ઉમેદવારોએ સુરતમા સભા કર્યા બાદ ગઇકાલે અમદાવાદમા પણ અમરેલી વાસીઓને એકઠા કરી સભા યોજી હતી. અમદાવાદમા તો અગાઉથી જ સમસ્ત અમરેલી જિલ્લા પરિવારના નામે સંગઠન ચાલે છે. કોંગ્રેસના ઉમેદવારોએ પણ આ જ શહેરોની વાટ પકડી છે અને ગુરૂવારે સાવરકુંડલાના ઉમેદવારના સમર્થનમા સુરતમા સભા યોજવામા આવી હતી.
ચૂંટણી ફંડ માટે પણ સુરતના ધક્કા
અહીના ઉમેદવારોને સૌથી વધુ ચુંટણી ફંડ પણ સુરતમાથી જ મળી રહે છે. આ વિસ્તારના ઉદ્યોગપતિઓએ સુરતમા કાઠુ કાઢયુ છે અને દરેક ચુંટણીમા આ ઉદ્યોગપતિઓ બંને મુખ્ય પક્ષના ઉમેદવારોને ફંડ પુરૂ પાડતા હોય છે. જેથી ઉમેદવારોને દરેક વખતે ફોર્મ ભર્યા બાદ એક કે બે દિવસ સુરતમા મતદારોની સભા અને ફંડ એકઠુ કરવા માટે બગાડવા પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.