અમરેલી તાલુકાના રાજસ્થળીમા રહેતા એક વૃધ્ધ પોતાનુ મોટર સાયકલ લઇને અમરેલી કરિયાણુ લેવા આવ્યા હતા. બાદમા પરત ફરતી વખતે અહીના દેવળીયા ગામ નજીક બાઇક સ્લીપ થતા તેમને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતુ. અકસ્માતની આ ઘટના અમરેલીના દેવળીયા નજીક શેત્રુજી નદીના પુલ પાસે બની હતી. રાજસ્થળીમા રહેતા ધીરૂભાઇ પરશોતમભાઇ સાવલીયા (ઉ.વ.65) નામના વૃધ્ધ તારીખ 11/4ના રોજ પોતાનુ મોટર સાયકલ લઇને અમરેલી કરિયાણુ લેવા માટે આવ્યા હતા.
તેઓ કરિયાણુ લઇને સવા બારેક વાગ્યે પરત ફરી રહ્યાં હતા ત્યારે દેવળીયા ગામના પાટીયાથી શેત્રુજી નદીના પુલ વચ્ચે રોડ પર પોતાના મોટર સાયકલ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે મધુભાઇ પરશોતમભાઇ સાવલીયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ પીએસઆઇ એ.આર.છોવાળા ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.