તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:એકલેરા, હડાળામાંથી રેતી ચાેરી ઝડપાઇ, 1 સામે રાવ

અમરેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાેલીસે 5.52 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા ખનીજ ચાેરીનુ પ્રમાણ વધી રહ્યું હાેય પાેલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા અાવી રહી છે. ત્યારે પાેલીસે લીલીયાના અેકલેરા અને બગસરાના હડાળામાથી રેતી ચાેરી ઝડપી પાડી હતી. પાેલીસે બંને સ્થળેથી કુલ રૂપિયા 5.52 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અેલસીબી પાેલીસે લીલીયાના અેકલેરામા ખારા નદીના પટમાથી રેતી ચાેરી ઝડપી લીધી હતી. પાેલીસે અહીથી ટ્રેકટર અને રેતી મળી કુલ રૂપિયા ચાર લાખનાે મુદામાલ કબજે લઇ લાખા કમાભાઇ કસાેટીયા નામના શખ્સ સામે ગુનાે નાેંધ્યાે હતાે. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અાર.કે.વરૂ ચલાવી રહ્યાં છે.

જયારે બગસરા તાલુકાના હડાળામા પાેલીસે અેક ટ્રેકટરમા રેતી ચાેરી કરવામા અાવી રહી હાેય ઝડપી લીધી હતી. પાેલીસે અહીથી રેતી અને ટ્રેકટર મળી 1.52 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અે.વી.જુણેજા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો