સિલાઈ મશીનનુ વિતરણ:વડીયા ગ્રામ પંચાયત દ્વારા અઢાર મહિલાઓને સિલાઇ મશીન અપાયા

વડીયા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરની લાઈફ મિશન સંસ્થાના સહયોગથી કાર્ય સંપન્ન

વડીયામા જરૂરીયાતમંદ બહેનો પોતાના પગભર બની શકે તે હેતુથી ગ્રામ પંચાયત દ્વારા જામનગરની લાઇફ મિશન સંસ્થાના સહયોગથી 18 બહેનોને સિલાઇ મશીન આપવામા આવ્યા હતા. વડિયામાં ગ્રામ પંચાયત દ્વારા ગામની જરૂરિયાતમંદ બહેનોને જામનગરની લાઈફ મિશન સંસ્થાના સહયોગથી 18 સિલાઈ મશીનનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ સંસ્થા દ્વારા બહેનોને અપાયેલ સિલાઈ મશીનમા 50 ટકા રાહત આપી જરૂરિયાતમંદ બહેનોને રોજગારી માટે મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વિતરણ કાર્યક્રમ વડિયા ગ્રામપંચાયત કચેરી ખાતે સરપંચ મનીષ ઢોલરીયા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, ભરત વઘાસીયા, ગ્રામપંચાયત સ્ટાફ અને લાઈફ મિશન સંસ્થાના દિનેશ ચુડાસમા દ્વારા આ વિતરણ કરવામાં આવ્યુ હતુ. તસવીર- જીતેશગીરી ગોસાઇ

અન્ય સમાચારો પણ છે...