તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાબરા અને કિડીમાંથી આઠ જુગારી ઝડપાયા, બંને સ્થળેથી કુલ રૂપિયા 7240ની મત્તા બરામત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પાેલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પાેલીસે બાબરા તેમજ કિડીમાથી આઠ જુગારીને ઝડપી લીધા હતા. પાેલીસે બંને સ્થળેથી કુલ રૂપિયા 7240ની મતા કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાેલીસે જુગારનાે આ દરાેડાે બાબરાના કિડીમા પાડયાે હતાે. અહી જાહેરમા જુગાર રમી રહેલા નારણ હમીરભાઇ દાણા, રઘુ વશરામભાઇ ઝાપડીયા, શિવરાજ કનુભાઇ ધાધલ, પ્રવિણ તેજાભાઇ દાણા તેમજ અશાેક લખમણભાઇ સરવાળીયા નામના શખ્સાેને ઝડપી લીધા હતા.

પાેલીસે અહીથી 3460ની મતા કબજે લીધી હતી. વધુ તપાસ કાેન્સ્ટેબલ બી.પી.ડાેડીયા ચલાવી રહ્યાં છે.જ્યારે બાબરામાથી જાહેરમા જુગાર રમી રહેલા ચેતન ચંદુભાઇ કાંજીયા, અનીલ ચંદુભાઇ કાંજીયા અને સાેહિલ મુસ્તાકભાઇ મેતરને ઝડપી લીધા હતા. પાેલીસે તેમની પાસેથી 3780ની મતા કબજે લીધી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ કે.ડી.રાઠાેડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...