ચર્ચા:રાજુલા યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળે તે માટે પ્રયત્ન કરાશે

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છતડિયામાં યાર્ડના હોદ્દેદારોની બેઠક મળી : વિવિધ મુદ્દા પર ચર્ચા

રાજુલા માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારોની છતડીયા ખાતે રાત્રી બેઠક મળી હતી. અહી યાર્ડમાં ખેડૂતોને જણસનો સારો ભાવ મળી રહે સહિતના વિવિધ મુદ્દા પર ચર્ચાઓ કરાઈ હતી. તેમજ ખેડૂતોને યાર્ડમાં પડતી તકલીફો દુર કરવા પણ નિર્ણય લેવાયો હતો.

છતડીયા હાઈવે પર મનુભાઈ ધાખડાની વાડી ખાતે માર્કેટીંગયાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેન તથા ડિરેક્ટરોની રાત્રી બેઠક મળી હતી. જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ બેઠકમાં કિસાન હિતની ચર્ચા કરાઈ હતી. આગામી દિવસોમાં ખેડૂતોને યાર્ડમાં કોઈ તકલીફ ન પડે તે માટે ધ્યાન રખાશે. ખેડૂતોને જણસનો સારો ભાવ મળે તે માટે પુરતા પ્રયાસો હાથ ધરાશે. તેમજ ખેડૂતોને યાર્ડ તરફથી અકસ્માત વિમો મળે તે માટે પ્રીમિયમ ભરપાઈ થાય તેવા વિવિધ મુદ્દા પર ચર્ચા કરાઈ હતી.

આ બેઠકમાં ચેરમેન છગનભાઈ ધડુક, વાઈસ ચેરમેન મનુભાઈ ધાખડા, અરજણભાઈ વાઘ, અમરીશભાઈ વરૂ, પીઠાભાઈ નકુમ, કનુભાઈ કલસરીયા, રાજુભાઈ પરસાણા, રમેશભાઈ વસોયા, માધુભાઈ છાપરી, માણસીયાભાઈ ડાભીયા, ખીમજીભાઈ જીંજાળા અને દુલાભાઈ વાવડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.આમ, આગામી દિવસોમાં જોવા રહ્યું કે ખેડૂતો સારા ભાવ મળે છે કે નહી?.

અન્ય સમાચારો પણ છે...