વડીયાના મોટી કુંકાવાવ ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણ અને પોષણ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. બાળકો નિયમિત શાળાએ જઇ અભ્યાસ કરી શકે અને આંગણવાડીએ જતા બાળકોને પણ શિક્ષા તથા પોષણયુકત આહારનુ મહત્વ ઘરે ઘરે જઇ સમજાવી માર્ગદર્શન પુરૂ પડાયુ હતુ.
માનવ જીવનમાં શિક્ષણ અને પોષણનું મહત્વ ઘણું છે. બાળકો નિયમિત રીતે શાળાએ જઈ અભ્યાસ કરી શકે અને આંગણવાડીએ જતાં બાળકો નિયમિત રીતે આંગણવાડીએ જાય અને શિક્ષા તથા પોષણયુક્ત આહારનું મહત્વ સમજી શકે તે માટે મોટી કુંકાવાવ ગ્રામ પંચાયત દ્વારા પ્રેરક કામગીરી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો આ માટે જાગૃત્ત બને તે માટે મોટી કુંકાવાવ ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરી ગામના કોઈ વિદ્યાર્થી શાળાએ અથવા આંગણવાડીમાં ન જાય તો તે વિશે ગ્રામ પંચાયતમાં જાણ કરવામાં આવે છે.
ગ્રામ પંચાયત દ્વારા જે તે બાળકના ઘરે જઈને તેના વાલીને વિશેષ કાળજી લેવા અને શિક્ષાના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત શાળાએ ન જતા હોય તેવા એ વિદ્યાર્થી કે બાળકને પણ શિક્ષા અને પોષણની અગત્યતા સમજાવી તેને શાળા કે આંગણવાડીમાં ઉપસ્થિત રહેવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.