સાવરકુંડલા તાલુકાની આજે ધરા ધ્રુજી હતી. તાલુકાના મિતિયાળા ગામમાં બે વખત ધરતીકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ધરતીકંપને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આંચકો આવતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
20 મિનિટની અંદર બે વખત ભૂકંપનો આંચકો
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આજે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. સાવરકુંડલાના મિતિયાળા ગામમાં અને આસપાસના વિસ્તારમાં આજે ફરી ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આજે બપોરે 20 મિનિટની અંદર બે વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત લોકો બહાર નીકળી ગયા હતા. ગામના સરપંચ સહિત લોકોએ તંત્રને ઘટનાની જાણ કરી હતી. અમરેલીના કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ધરતીકંપ મામલે પુષ્ટિ આપી હતી.
મિતિયાળામાં એક મહિનાની અંદર ફરી આંચકો આવ્યો
સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં એક મહિનામાં જ ફરી વખત ભૂકંપનો આંચકો આવ્યો છે. જેથી ગ્રામલોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મીતીયાળાના ગ્રામજનોને કહેવા પ્રમાણે સતત અહીં ધરતીકંપના આચકા આવી રહ્યા છે. જેથી લોકોમાં ડરનો માહોલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.