હવામાન:રાજુલા પંથકમાં વહેલી સવારે ધુમ્મસ છવાયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજુલા પંથકમા આજે વહેલી સવારે ધુમ્મસ છવાઇ ગયુ હતુ. થોડીવાર માટે માર્ગો પર વિઝીબીલીટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. જો કે સુર્યનારાયણ ઉગતાની સાથે ધુમ્મસ હટી ગયુ હતુ અને બપોરના સુમારે તાપમાનનો પારો ઉંચકાઇ ગયો હતો. અહી બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યાં છે.

અમરેલી અને ધારી પંથકમા પાછલા ઘણા સમયથી તાપમાનનો પારો સતત 40 ડિગ્રીને પાર જ રહે છે. અમરેલી પંથકમા થોડા દિવસ પહેલા તાપમાન 42.4 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ. જેને પગલે આકરી ગરમીથી લોકો અકળાઇ ઉઠયાં હતા. તો ધારી પંથકમા પણ કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે બપોરના સુમારે જાણે કુદરતી કર્ફયુ લાદયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

તો આજે રાજુલામા અચાનક વાતાવરણમા બદલાવ આવ્યો હતો અને વહેલી સવારે ધુમ્મસની સ્થિતિ જોવા મળી હતી. થોડીવાર માટે વિઝીબીલીટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. જો કે બાદમા બપોરે આકરો તાપ પડતા અહી બેવડી ઋતુ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...