ખર્ચ:અગાઉ ગાંઠીયા ભજીયાથી ચાલતું હવે પાઉંભાજીથી લઇ જમણવારનો ખર્ચ

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ જ્ઞાતિ સંમેલનો તથા સંગઠનોના નામે લોકોને એકઠા કરી ગોઠવાતો જમણવાર

રાજકીય નેતાઓ માને છે જો એકવાર મતદારના પેટમા તેનુ અનાજ જશે તો મત પણ તેને જ મળશે. અને એટલે જ દરેક ચુંટણીમા ઉમેદવારો ભોજન પાછળ લખલુંટ ખર્ચ કરી નાખે છે. ચુંટણીપંચ પાસે એવડુ વિશાળ તંત્ર જ નથી કે આવા ખર્ચ પર તે નજર રાખી શકે. ઉમેદવારો અગાઉના વર્ષોમા મોટાભાગે ગાંઠીયા ભજીયાના તાવડા ચાલુ રાખતા હતા. હવે તેમા પણ વિકાસ થયો છે અને વાત પાઉંભાજીથી લઇ મોટાપાયે જમણવાર સુધી પહોંચી ગઇ છે.

ચાલુ ચુંટણીમા શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમા ભાગ્યે જ હાલમા ગાંઠીયા અને ભજીયાના તાવડા કોઇ ઉમેદવારે ચાલુ કર્યા છે. લોકોને હવે એવી વાતમા ઓછો રસ પડે છે. જો કે ઉમેદવારોએ પણ તેનો તોડ કાઢયો છે. જે તે ગલી મહોલ્લા, વોર્ડ કે વિસ્તારના લોકો ઇચ્છે તેવો નાસતો કે જમણવાર ગોઠવી દેવાય છે. લોકોને પાઉંભાજીથી લઇ પીત્ઝા પર પીરસવામા આવી રહ્યાં છે. ચુંટણી તંત્ર આમા કંઇ કરી શકે તેમ નથી. કારણ કે આવા કોઇ જમણવારમા ઉમેદવારો હાજર હોતા નથી. પરંતુ જમણવારમા ભાગ લેનારા લોકોને એ જરૂર ખબર હોય છે કે કયા ઉમેદવારનુ આયોજન છે. કારણ કે આયોજન કોઇ સામાન્ય કાર્યકર દ્વારા કરવામા આવ્યુ હોય છે.

અમરેલી શહેરમા તો વિવિધ જ્ઞાતિના નામે પણ જમણવાર કરવામા આવી રહ્યાં છે. આ ઉપરાંત વેપારી સંગઠનો કે અન્ય સંગઠનોના નામે પણ જે તે પક્ષના કાર્યકરો જમણવાર ગોઠવી લોકોને આમંત્રણ આપી રહ્યાં છે. પાંચ વર્ષ સુધી આવા કોઇ આયોજનો દેખાતા ન હતા. પણ ચુંટણી સમયે જ સ્નેહમિલન જેવા કાર્યક્રમોની ભરમાર સર્જાઇ ગઇ છે. ખરેખર તો આમ જનતાને આ એક પ્રકારની લાંચ જ છે. પરંતુ તંત્ર પાસે તેને અટકાવવાનુ કોઇ મીકેનીઝમ નથી.

અન્ય સમાચારો પણ છે...