તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:અગાઉ શહેરમાં 50થી વધુ સ્થળે હોળી પ્રગટાવાતી હતી, ચાલુ વર્ષે અનેક સ્થળે હોલીકા દહન ન કરાયું , હોલીકા દહનમાં ઘટાડો

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમરેલી શહેરમાં નાગનાથ મંદિરની પાસે હોળી તૈયાર કરી બાદ બાજુમાં રંગોળી કરવામાં આવી હતી. - Divya Bhaskar
અમરેલી શહેરમાં નાગનાથ મંદિરની પાસે હોળી તૈયાર કરી બાદ બાજુમાં રંગોળી કરવામાં આવી હતી.
 • આજે ધુળેટી, જાે કે રંગાે ઉડાડવા પર પ્રતિબંધ લગાવાયાે હાેય યુવા વર્ગમાં નિરાશા : તંત્ર નિયમાેનું પાલન કરાવશે

હાલ સમગ્ર રાજય સાથે અમરેલી જિલ્લામા પણ કાેરાેનાઅે માથુ ઉંચકયુ હાેય તેમ કાેરાેનાના કેસમા ઉછાળાે જાેવા મળી રહ્યાે છે. તેની વચ્ચે જિલ્લામા હાેળી ધુળેટી પર્વની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવામા અાવી હતી. અાજે જિલ્લામા ઠેરઠેર હાેલીકા દહન કરાયુ હતુ. જયારે અાવતીકાલે રંગાેના પર્વ ધુળેટીની પણ લાેકાે ઉજવણી કરશે. પરંતુ રંગાે ઉછાળવા પર પ્રતિબંધ લગાવાયાે હાેય યુવાનાેમા નિરાશા જાેવા મળી રહી છે.

અમરેલીમા કાેરાેનાના કહેર વચ્ચે સરકારની માર્ગદર્શિકા મુજબ ઠેરઠેર હાેલિકા દહન કરાયુ હતુ. જાે કે અગાઉ શહેરમા 50 થી વધુ સ્થળાેઅે હાેલિકા દહન કરવામા અાવતુ હતુ. પરંતુ હાલ કાેરાેનાની સ્થિતિ વચ્ચે અમુક વિસ્તારાેમા જ હાેલિકા દહન કરાયુ હતુ. શહેરમા અનેક વિસ્તારાેમા હાેલિકા દહનનુ અાયાેજન કરાયુ હતુ. જાે કે લાેકાેઅે માસ્ક અને સાેશ્યલ ડિસ્ટન્સ સાથે હાેલિકાની પ્રદક્ષિણા ફરી હતી અને હાેળીમા શ્રીફળ, ખજુર, ધાણી, દાળીયા પધરાવી દર્શનનાે લ્હાવાે લીધાે હતાે.

અમરેલી ઉપરાંત બાબરા, લાઠી, રાજુલા, જાફરાબાદ, બગસરા, વડીયા, કુંકાવાવ, સાવરકુંડલા, ધારી સહિતના ગામાેમા પણ હાેલિકા દહન કરાયુ હતુ. તાે અાવતીકાલે રંગાેના પર્વ ધુળેટીની પણ ઉજવણી કરવામા અાવશે. જાે કે અા વખતે સરકાર દ્વારા ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યાે છે. કારણ કે હાલમા રાજયની સાથે અમરેલી જિલ્લામા પણ કાેરાેનાના કેસમા ઉછાળાે અાવ્યાે હાેય સાેસાયટી, શેરીઅાે તેમજ જાહેર સ્થળાે પર માેટી સંખ્યામા લાેકાે અેકઠા થાય તાે કાેરાેનાનુ સંક્રમણ વધુ ફેલાવાની શકયતા જાેવાઇ રહી છે. જેથી ધુળેટી પર રંગે રમવાની છુટ અપાઇ નથી.

જિલ્લામાં પાેલીસ ચુસ્ત બંદાેબસ્ત જાળવશે
જિલ્લામા પણ કાેરાેનાનુ સંક્રમણ વધી રહ્યું હાેય ધુળેટી પર્વે રંગાેત્સવના કાર્યક્રમાેને સરકાર દ્વારા મંજુરી અપાઇ નથી. માત્ર મર્યાદિત સંખ્યામા હાેલિકા દહન માટેની જ છુટ અપાઇ છે. ત્યારે અાવતીકાલે પાેલીસ દ્વારા પણ ચુસ્ત બંદાેબસ્ત જાળવવામા અાવશે. જેથી જાહેર માર્ગાે પર લાેકાે અેકઠા ન થાય.

જાફરાબાદમાં કમળા હુતાસણી ઉજવાઇ
​​​​​​​જાફરાબાદમા કમળા હુતાસણીની ભાવભેર ઉજવણી કરવામા અાવી હતી. અહી શ્રીફળ વધેરી ગ્રામજનાે દ્વારા અા ઉજવણી કરાઇ હતી. અહી લાેકાેઅે હાેળીની પ્રદિક્ષણા ફરી દર્શનનાે લ્હાવાે લીધાે હતાે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો