"વિશ્વાસથી વિકાસયાત્રા":ધારી તથા ખાંભા તાલુકામાં રુ.3 કરોડથી વધુ રકમના કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લામાં મોટાભાગની પ્રાંત કચેરીમાં કાર્યક્રમ યોજાયા

સમગ્ર રાજયની સાથોસાથ અમરેલી જિલ્લામાં પણ "વિશ્વાસથી વિકાસ યાત્રા" અંતર્ગત જિલ્લા અને શહેર કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના પંચાયત, શહેરી વિકાસ, સામજિક ન્યાય અને અધિકારિતા, બસ સ્ટેશન સહિતના વિવિધ વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવે છે. જિલ્લાના ધારી ખાતે "વિશ્વાસથી વિકાસયાત્રા" કાર્યક્રમ સંદેર્ભ ધારી તથા ખાંભા તાલુકાના રુ.2 કરોડથી વધુ રકમના કામોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વહીવટીતંત્ર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું
ધારી તાલુકા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારી-બગસરા ધારાસભ્ય જે.વી. કાકડીયા, પ્રાંત અધિકારી સ્થ અધિકારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આવી જ રીતે મોટાભાગની પ્રાંત કચેરીઓમાં કાર્યક્રમ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...