તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દાતરડી નજીક ડમ્પર, બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું માેત

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા પંથકમાં અકસ્માતની બે ઘટનામાં બેના મોત થયા
  • દેવકા નજીક રીક્ષા પલટી ખાઇ જતા અાધેડનંુ માેત નિપજ્યું

રાજુલા પંથકમા અકસ્માતની બે ઘટનામા બે વ્યકિતના માેત નિપજયા હતા. અહી દાતરડી નજીક ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતમા યુવકનુ માેત નિપજયું હતુ. જયારે દેવકા નજીક ભાર રીક્ષા પલટી ખાઇ જતા અાધેડનુ માેત થયુ હતુ.

વિસળીયામા રહેતા હરેશભાઇ વાઘજીભાઇ શિયાળ દવાખાને સારવાર લેવા માટે જઇ રહ્યાં હતા ત્યારે ડમ્પર નંબર જીજે 14 અેકસ 8142ના ચાલકે તેમને હડફેટે લેતા તેમને ગંભીર ઇજા પહાેંચતા માેત નિપજયું હતુ. બનાવ અંગે અશેાકભાઇ શિયાળે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ડુંગર પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી હતી. વધુ તપાસ પીઅેસઅાઇ અેમ.અેસ.ગાેહેલ ચલાવી રહ્યાં છે.

બીજી તરફ રાજુલાના હડમતીયામા રહેતા જાેધાભાઇ અાેઘડભાઇ રાઠાેડ (ઉ.વ.55) ખરખરાના કામે રાજુલાથી હડમતીયા ભાર રીક્ષા નંબર જીજે 04 ડબલ્યુ 2724મા અાવી રહ્યાં હતા ત્યારે રીક્ષા ચાલક ખીમાભાઇ નથુભાઇ લાખણાેત્રાઅે રીક્ષા પરનાે કાબુ ગુમાવતા રીક્ષા પલટી ખાઇ જતા તેમને ગંભીર ઇજા પહાેંચતા તેમનુ માેત નિપજયું હતુ. બનાવ અંગે પાંચાભાઇઅે ડુંગર પાેલીસમાં ફરિયાદ નાેંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...