મંદી:ઘરાકીના અભાવે દિવડાના ભાવ પણ તળિયે, વેપારી રૂા. 10માં 4 નંગ વેચવા મજબુર

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી શહેરના શાકમાર્કેટ રોડ પર દીવડાની લારી ધરાવતા અંકીલ મેતરે જણાવ્યું હતું કે લાંબા સમયથી દીવડાનો ધંધો કરૂ છું, અને જુદા જુદા વિસ્તારમાં 4 લારીઓ છે. હાલ શહેરમાં 20 પ્રકારના દીવડા વેંચાય છે. આ તમામ અમદાવાદ, ચોટીલા અને થાન પંથકમાં આવે છે. સ્થાનિક પ્રજાપતિ સમાજની બનાવટના દિવડાની આવકમાં ઘટાડો થયો છે.દિવાળીનો તહેવાર નજીક આવવા છતાં પણ ખરીદી નહિવત જોવા મળી રહી છે. જેના કારણે પહેલા રૂપિયા 10માં બે દીવડાની જગ્યાએ હવે ચાર વેચવા પડે છે. કોરોના કાળમાં ખરીદીમાં પણ ઘટાડો જોવા મળે છે. એક લાખનું રોકાણ કર્યું છે. પણ આ વર્ષે ઘરના પૈસા નાખવા પડશે.

અન્ય સમાચારો પણ છે...