લાઠી તાલુકાના દુધાળા ગામે જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાના પુત્રએ પોતાના 26મા જન્મ દિવસની વિશિષ્ટ ઉજવણી કરી ચાર ગામની ગાયોને 26 દિવસ સુધી ચારો નાખવાના કાર્યનો આરંભ કર્યો છે. ધોળકીયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયાના પુત્ર દ્રવ્યએ પોતાનો 26મો જન્મ દિવસ સેવાયજ્ઞ તરીકે ઉજવવાનુ નક્કી કર્યુ હતુ. જે નિમીતે તેણે હરસુરપુર દેવળીયા, કેરાળા, દુધાળા અને લાઠી એમ ચાર ગામોની ગાયો અને અન્ય પશુધનને નિયમીત રીતે 26 દિવસ સુધી ઘાસચારો નાખવાનો સંકલ્પ કર્યો હતો. અને દરરોજ ચારો નાખી તેની શરૂઆત કરી હતી.
હાલમા તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે એવા સમયે પશુપાલકોને મોટી રાહત થઇ છે. આ વિસ્તારમા બે હજારથી વધુ પશુઓને હાલમા ઘાસચારો નખાઇ રહ્યો છે જે 26 દિવસ સુધી નખાશે. આ વિસ્તારમા ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા નદી તળાવો ઉંડા ઉતારવાની કામગીરી પણ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.