તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોખમી:ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ખાડો પડતા વાહનચાલકોને હાલાકી, રાત્રીના સમયે અકસ્માત થવાની ભીતિ

અમરેલી25 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર છેલ્લા કેટલાક સમયતી રાજુલાથી ચારનાળા સુધી અને રાજુલાથી મહુવા સુધી નેશનલ હાઇવેની કામગીરી બંધ હાલતમાં છે. તેવામાં આજે સવારે હિંડોરણાથી ચારનાળા માર્ગ પર નાળા વચ્ચે એક ખાડો પડી ગયો હતો. જેને લઇને ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તો ગ્રામજનો દ્વારા ત્યાં પથ્થર અને ઝાડનું થડ મુકીને વાહનચાલકોને ખાડાથી અવગત કર્યા છે પરંતુ રાત્રીના સમયે આ ખાડો મોટો અકસ્માત નોતરી શકે છે તેવી ભીતિ ગ્રામજનોમાં સેવાઈ રહી છે.

અગાઉ પણ આ જ સ્થળે 2 ખાડા પડ્યા હતાં, પરંતુ તંત્ર દ્વારા માત્ર માટી નાંખી ખાડો રિપેર કરવામાં આવ્યો હતો. જેના કારણે વારંવાર આ પ્રકારનો ખાડો રસ્તાની વચ્ચે પડી જાય છે. હાલ રસ્તા વચ્ચે ખાડો પડ્યો હોવા છતાં પણ નેશનલ ઓથોરિટી દ્વારા રિપેરિંગ પણ કરવામાં આવતો નથી. તંત્ર દ્વારા કોઇજ સમારકામ હજુ સુધી કરવામાં આવ્યું નથી જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર નેશનલ હાઇવેની કામગીરીને લઈને વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહીં અધૂરું કામ અને માર્ગ ખરાબના કારણે લોકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમા મુકાયા છે જ્યારે આ માર્ગની સ્થિતિ દયનિય બની ગઈ છે.

રાજુલા જાફરાબાદને જોડતો નેશનલ હાઇવેથી ગ્રામીણ વિસ્તારના લોકો અને વાહન ચાલકો ભારે પરેશાન છે. અનેક વખત સ્થાનિકો અને રાજકીય પ્રતિનિધિઓ દ્વારા વાંરવાર રજુઆત કરાય છે, પરંતુ તેમ છતા નેશનલ હાઇવેની કામગીરી અધૂરી પૂર્ણ કરાતી નથી. આવતા દિવસો માં સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓમા પણ મુદ્દો અસર કરી શકે છે.

ફરી ખાડા પડવાનું ચાલુ થયું: વાહન ચાલક

વાહન ચાલક લખમણભાઈ વાવડીયાએ જણાવ્યું હતું કે, અહીં ખાડો પડી ગયો છું. ફરી ખાડો પડવાનું ચાલુ થયું છે. આ જોખમી છે. રાત્રીના સમયે અકસ્માત થશે તો જવાબદાર કોણ? આ ખાડો પહેલીવાર પડ્યો નથી. અગાઉ પણ ઘણી વાર આ રીતે રસ્તામાં ખાડા પડી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો