સમસ્યા:ધારી સફારી પાર્ક આંબરડીનો સ્ટેટ હાઈવે બિસ્માર થતા વાહનચાલકો અને ટુરિસ્ટ પરેશાન

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારી ખોડિયાર ડેમ અને સફારી પાર્કમા અનેક પ્રવાસીઓ અવર જવર કરતા હોય છે

અમરેલી જિલ્લામા આવેલ ધારી ગીર વિસ્તારમાં ધારી ગામ નજીક આંબરડી ગામ નજીક સફારી પાર્ક આવેલો છે. સાથે સમગ્ર વિસ્તારનું આસ્થા નું કેન્દ્ર ગળધરા મંદિર પણ આવેલું છે.અહીં ખોડિયાર ડેમ પણ આવેલો છે. જેના કારણે સૌરાષ્ટ્ર- ગુજરાતમાંથી લોકો સફારી પાર્ક અને ગળધરા ખોડિયાર મંદિર સહિત આ વિસ્તારમાં પ્રવાસે અનેક પર્યટકો ધાર્મિક પ્રજા સહિત પ્રવસીઓ વાંરવાર આવતા હોય છે પરંતુ આ વિસ્તારના રોડ અતિ ખરાબ હોવાને કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

આ વિસ્તારમાં અનેક ગીર જંગલ આસપાસ પર્યટક સ્થળો આવેલા છે પરંતુ માર્ગો એટલા બિસ્માર હાલતમાં આવેલા છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાહન ચાલકો ખાડામાંથી પસાર થઈ થઈ મુશ્કેલીમાં મુકાયા છે.

ધારીના જાગૃત નાગરિક વનરાજભાઈ મકવાણા એ કહ્યું અહીં પહેલી વાર આવે તે બીજી વખત આવતા નથી તેવી હાલત રોડની બની છે. ત્યારે અમારી માંગણી છે માત્ર પાર્ક બનાવી ને વિકાસ ન કહેવાય રોડ રસ્તા પણ ચલાય તેવી હાલતમાં બનાવી દેવા જોઈએ.

ગળધરા મંદિર દર્શન કરી પરત ફરતા કુશલભાઈ એ કહ્યું સરકાર એ રોડ નવો બનાવવાની જરૂર છે કેમ કે વાહન આ ખાડા ઓ માંથી કેમ પસાર કરવું. આ વિસ્તારના લોકોએ પણ આગળ આવવું જોઈએ ખરાબ રોડમા અકસ્માત જેવી ઘટના ઓ ન બને તે પહેલા રોડ બનાવવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...