હાલાકી:અમરેલી મામલતદાર ઓફિસની છતમાં મરામતના અભાવે ટપટપ ટપકતું પાણી

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડીંગમાં પાણીની પાઈપલાઈન તુટી પણ રિપેરીંગમાં ધ્યાન અપાતું નથી

અમરેલી મામલતદારની ચેમ્બર સામે જ છત પરથી પાણી પડી રહ્યું છે. જેના કારણે અહી પાણીનો પ્રવાહ અટકાવવા માટે ટબ રાખવાની ફરજ પડી છે. અહી બિલ્ડીંગમાં પાણીની પાઈપલાઈન લીંકેજ હોવાથી સમસ્યા ઉભી થઈ છે.જિલ્લા સેવા સદનમાં અમરેલી મામલતદાર કચેરી કાર્યરત છે. અહી બિલ્ડીંગના નિચેના માળે મામલતદાર સહિતની કચેરીઓ આવેલી છે. પણ અમરેલી મામલતદારની ઓફિસના દરવાજાની સામે જ છત પરથી પાણી પડી રહ્યું છે.

અહી કર્મચારીઓએ પાણીના પ્રવાહને કચેરીમાં વહેતો અટકાવવા માટે કચરા પેટીઓ અને ટબ રાખવાની ફરજ પડી છે. પણ આવી સ્થિતિ કેટલા દિવસ ચાલશે. તેના પર અહી આવતા અરજદારો સવાલ ઉઠાવી રહ્યા છે.મામલતદાર કચેરીના સુત્રોએ જણાવ્યું હતું કે બિલ્ડીંગમાં રહેલી પાણીની પાઈપલાઈન તુટી ગઇ છે. જેના કારણે સતત પાણી નીચે પડ્યા કરે છે. પણ મુખ્ય તાલુકાની કચેરી જ સમસ્યાનું ઘર બની છે. તો બાકીની કચેરી કેવી હશે. તેવા સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...