સમસ્યા:જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા, હાલાકી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અાગેવાનાે દ્વારા પાણી પુરવઠા મંત્રીને કરાઇ રજુઅાત
  • દિવાળી પહેલા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે: ના. ઇજનેર

જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમા પાછલા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યાથી લાેકાે પારાવાર મુશ્કેલી ભેાગવી રહ્યાં છે. ત્યારે અા પ્રશ્ને અાગેવાનાે દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજુઅાત કરવામા અાવી છે.અાગેવાનાે દ્વારા પાણી પુરવઠા મંત્રીને કરવામા અાવેલી રજુઅાતમા જણાવાયું હતુ કે અા વિસ્તારમા શિયાળબેટ ગામના લાેકાે ઝુંપડા બાંધી વસવાટ કરે છે. અહી મચ્છી સુકવવાથી લઇ ટ્રકમા ભરવા સહિતની કામગીરી પણ કરવામા અાવે છે. જાે કે અહી પીવાના પાણીની સમસ્યા હાેય માછીમારાેને હાલાકી ભાેગવવી પડી રહી છે. ત્યારે અા પ્રશ્ને શિયાળબેટના સરપંચ હમીરભાઇ, પરશાેતમભાઇ બારીયા, શિવાભાઇ, ગીગાભાઇ, ચેતનભાઇ શિયાળ વિગેરેઅે હિરાભાઇ સાેલંકીને સાથે રાખી નાયબ મુખ્યમંત્રી તેમજ પાણી પુરવઠા મંત્રીને ગાંધીનગર ખાતે રજુઅાત કરી હતી.

રજુઅાતને પગલે પાણી પુરવઠા મંત્રીઅે સુચનાઅાે અાપતા હાલ નાયબ કાર્યપાલક ઇજનેર ચાૈધરીઅે જણાવ્યું હતુ કે ખાસ કિસ્સામા પછાત વિસ્તારમા 25 લાખના ખર્ચે પાણીની લાઇન નાખવા દરખાસ્ત માેકલી અાપવામા અાવી છે. દિવાળી પહેલા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...