પાઈપલાઈનમાં ભંગાણ:દામનગરમાં જુની શાકમાર્કેટ પાસે પીવાના પાણીનો વેડફાટ

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

દામનગરમાં પટેલ શેરીથી જૂની શાકર્મેટ સુધી પીવાના પાણીનો વેડફાટ થયો હતો. અહી પાઈપલાઈનમાં ભંગાણ થયું હોવાથી ભર ઉનાળે રસ્તા પર પાણી વહ્યા હતા.ઉનાળાની સિઝનમાં પીવાના પાણીની માંગ વધી જાય છે. આવા સમયે પાણીનો વેડફાટ પણ વધી જતો હોય છે. આવી સ્થિતિ દામનગરના પટેલ શેરીથી જૂની શાકમાર્કેટ સુધીની છે. અહી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો.

ચોમાસાની જેમ ભર ઉનાળે રસ્તા પર પાણી વહ્યા હતા.દામનગરની સાથે સાથે અમરેલીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. છેવાડાના વિસ્તારોમાં મોટાભાગના ઘરોમાં પીવાનું પાણી આવતું નથી. અને અનેક વિસ્તારમાં કલાકો સુધી રસ્તામાં પાણી વહ્યા કરે છે. અમરેલીના છેવાડાના વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓ પરેશાન બની છે. ત્યારે શહેરમાં ક્યારે પુરતું પીવાનું પાણી મળશે. જેના પર સવાલ ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...