આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સામાજિક વનીકરણ અમરેલી દ્વારા જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. શહેરના લાઠી રોડ પર આવેલા ડૉ. કલામ ઈનોવેટિવ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ઔષધિય છોડ સહિતના 75 વૃક્ષોના છોડનું એકસાથે વૃક્ષારોપણ કર્યુ હતુ.
જિલ્લા કલેક્ટર મકવાણાએ પર્યાવરણ દિન નિમિત્તે જિલ્લાના નાગરિકોને ગ્રીન કવર વધારવામાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. પર્યાવરણની જાળવણી માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે જિલ્લાના નાગરિકોને સહકાર આપવા તેમણે જણાવ્યું હતું. જિલ્લા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડૉ. કલામ ઈનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિતના લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને વૃક્ષારોપણ કર્યુ હતુ. આ ઉપરાંત સામાજિક વનીકરણ અમરેલી દ્વારા ઈવીએમ વેરહાઉસ, અમરેલી અને ફાયર શાખા, નગરપાલિકા અમરેલી ખાતે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
જિલ્લા માહિતી કચેરી, અમરેલીના માહિતી મદદનીશ ધર્મેશ વાળા અને ઓપરેટર એમ.એમ. ધડુકે વૃક્ષારોપણ કર્યુ હતુ. અમરેલી જિલ્લા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ અમરેલીના અધિકારીઓ, કર્મચારીઓ અને પૂર્વ ધારાસભ્ય મેતલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.