• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dr. Bharat Kanabar Tagged The Chief Minister On Twitter And Wrote, "Ram Temple Controversy Resolved But Lilia's Underground Sewer Issue Not Resolved"

ભાજપના નેતાનો બળાપો:ડો. ભરત કાનાબારે ટ્વિટર પર મુખ્યમંત્રીને ટેગ કરી લખ્યું-'રામમંદિરના વિવાદનો ઉકેલ આવી ગયો પણ લીલીયાની ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ના ઉકેલાયો'

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડૉ. ભરત કાનાબારે કરેલી ટ્વિટ - Divya Bhaskar
ડૉ. ભરત કાનાબારે કરેલી ટ્વિટ
  • ડૉ. ભરત કાનાબારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ફોલો કરે છે
  • ભૂતકાળમાં પણ ડો. કાનાબાર પક્ષાપક્ષી ભૂલી લોકોના પ્રશ્ન ઉઠાવતા રહ્યા છે

વિવિધ મુદ્દે આગવી રજૂઆતને લઈ જાણીતા અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે કરેલી એક ટ્વિટ ફરી ચર્ચામાં છે. રામ મંદિર અને 370ની કલમ જેવા વિવાદનો ઉકેલ આવી ગયા બાદ પણ લીલીયાની ભૂગર્ભ ગટરનો પ્રશ્રનો ઉકેલ ના આવ્યો હોવાના લખાણ સાથે ડો. કાનાબારે ટ્વિટ કર્યું છે અને મુખ્યમંત્રીને ટેગ કર્યા છે. ભાજપના નેતાએ જ ટ્વિટ કરી ભાજપ સામે બળાપો કાઢતા રાજનીતિ ગરમાઈ છે.

ડૉ. ભરત કાનાબાર
ડૉ. ભરત કાનાબાર

ગંભીર પ્રશ્નો ઉકેલા પણ સામાન્ય પ્રશ્ન નથી ઉકેલાતો
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે ટ્વિટ કરીને લખ્યું છે કે, દેશમાં કાશ્મીરની 370ની કલમ રદ કરવાનું અને રામ મંદિરના નિર્માણના જે અશક્ય કામ લાગતા હતા તે કામ થઈ ગયા. પણ અમરેલી જિલ્લાના લીલીયા ગામમાં ભૂગર્ભ ગટરની વર્ષો જૂની સમસ્યાનું નિવારણ થતું નથી અને લોકોની પીડાનો અંત આવતો નથી.

ધારાસભ્ય પ્રતાપ દૂધાત
ધારાસભ્ય પ્રતાપ દૂધાત

ભૂગર્ભ ગટર મુદ્દે વિધાનસભામાં 10 વાર પ્રશ્ન ઉઠાવ્યો- પ્રતાપ દૂધાત
લીલીયા વિસ્તાર કૉંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતના મતક્ષેત્રમાં આવે છે. પ્રતાપ દૂધાતે કહ્યું હતું કે, ભૂગર્ભ ગટરની સમસ્યા મુદ્દે ગામ સાથે રાખી આંદોલન કર્યા છે, ગામ સજ્જડ બંધ રહ્યું છે. આ મુદ્દે વિધાનસભામાં પણ ઉઠાવાઈ ચૂક્યો છે. હાઇકોર્ટમાં આ મુદ્દે અમારા માણસોએ પિટિશન કરી છે ચુકાદો પણ ગામ તરફેણ આવ્યો તેને પણ આ લોકો ઘોળીને પી ગયા છે. ભૂગર્ભ ગટરનું કામ અધૂરું હતું ત્યારે જ તેનું લોકાર્પણ કરી દેવાયું હતું.

લીલીયાની ભૂગર્ભ ગટરની સમસ્યા વર્ષો જૂની
લીલાયા ગામમાં ભૂગર્ભ ગટરની સમસ્યા વર્ષો જૂની હોવાનું જાણવા મળ્યું છે. આ સમસ્યાને લઈ ભૂતકાળમાં અનેક આંદોલન થઈ ચૂક્યા છે. પરંતુ, સમસ્યાનો હલ થયો નથી. ત્યારે ડો. કાનાબારે ફરી એકવાર ટ્વિટરના માધ્યમથી મુખ્યમંત્રીને ટેગ કરી આ મુદ્દાને છેડતા રાજનીતિ ગરમાઈ છે.

રોડ રસ્તા મામલે ભ્રષ્ટાચારીઓને ગણાવ્યા હતા 'ટુકડે ટુકડે' ગેંગ
​​​​​​​
ડો. ભરત કાનાબારે થોડા દિવસ પહેલા જ રોડ રસ્તા મામલે કરેલું એક ટ્વિટે ભારે ચર્ચા જગાવી હતી. રોડ રસ્તા મામલે કરાયેલા ટ્વિટમાં કહ્યું હતું કે, એક બે ચોમાસામાં જ રસ્તાના ટુકડા થઈ જાય તેવા નબળા રોડ બનાવતા લેભાગુ કોન્ટ્રાકટર, કટકીબાજ અધિકારીઓ અને કેટલા ભ્રષ્ટ લોકસેવકોની ટોળી જ ખરા અર્થમાં 'ટુકડે ટુકડે' ગેંગ છે. જેમના કારણે લોકોની પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...