નિર્ણયને આવકાર્યો:હિન્દુસ્તાન ઓર્ગેનીક કેમીકલના ડાયરેક્ટર તરીકે ડો. કાનાબાર

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારના નિર્ણયને અમરેલી જિલ્લા ભાજપે આવકાર્યો

કેન્દ્ર સરકાર દ્વારા હિન્દુસ્તાન ઓર્ગેનીક કેમીકલના ડાયરેકટર તરીકે અમરેલીના ડો. કાનાબારની વરણી કરી હતી. જેને અમરેલી જિલ્લા ભાજપે આવકારી હતી. અને આગેવાનોએ તેમનું સન્માન કર્યું હતું.છેલ્લા 3 દાયકાથી પણ વધુ સમયથી ભાજપમાં સક્રિય અને સંગઠનમાં જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રદેશ મીડીયા સેલ, ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી, જૂનાગઢના પ્રભારી અને અત્યારે ભાવનગર જિલ્લા સંગઠન પ્રભારી એમ વિવિધ હોદ્દા પર જવાબદારી નિભાવી ચુકેલ ડો. ભરત કાનાબારની કેન્દ્ર સરકારે જાહેર સાહસ હિન્દુસ્તાન ઓર્ગેનીક કેમીકલના ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરી હતી.

કેન્દ્ર સરકારના આ નિર્ણયને અમરેલી જિલ્લા ભાજપે વધાવ્યો હતો.બાબરા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ લલીતભાઈ આંબલીયા, જિલ્લા ઉપ પ્રમુખ રામભાઈ સાનેપરા, પૂર્વ બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નિતીનભાઈ રાઠોડ, મુકેશભાઈ ખોખરીયા, બીપીનભાઈ રાદડીયા, કાંતિભાઈ દેત્રોજા, અશ્વિનભાઈ ઓડીયા, તખુભાઈ રાઠોડ, દેવચંદભાઈ કોલડીયા, દીપકભાઈ કનૈયા, સંદીપભાઈ રાદડીયા અને મુન્નાભાઈ મલકાણ વિગેરેએ ડો. કાનાબારનું સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...