તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાન:વડિયાના દેવળકીમાં પટેલ સમાજની વાડી માટે સવા વિઘો જમીન અને 11 લાખનું દાન

વડીયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અખાત્રીજના દિવસે વાડીનું ભૂમિ પુજન કરાયું : લેઉવા પટેલ સમાજની વાડી માટે દાનની સરવાણી

વડિયા તાલુકાના દેવળકી ગામે લેઉવા પટેલ સમાજની વાડી માટે ગાજીપરા પરિવારે સવા વિઘો જમીન અને 11 લાખનું દાન કર્યુ હતું. અખાત્રીજના દિવસે ગોંડલ રોડ દેવળકીમાં વાડીનું ભૂમિ પુજન કરાયું હતું. કહેવાય છે ને કે દાન કરનારની કોઈ સીમા નથી. આવી જ એક ઘટના વડીયા તાલુકાના દેવળકી ગામે બની હતી. અહીં લેઉવા પટેલ સમાજની વાડી માટે ગાજીપરા પરિવારે સવા વિઘો જમીન દાનમાં આપી દીધી છે.

દેવળકીના મોહનભાઇ ભોળાભાઇ ગાજીપરા અને સમજુબેન મોહનભાઇ ગાજીપરાએ લેઉવા પટેલ સમાજ માટે સવા વિઘો જમીન અને 11 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. દેવળકી ગામના વતની અને અંકલેશ્વરમાં રહેતા ચતુરભાઇ રવજીભાઇ બોરડ તેમજ ગીતાબેન બોરડે પણ લેઉવા પટેલ સમાજની વાડીમાં 5 લાખનું દાન કર્યું હતું. આજે અખાત્રીજના દિવસે સમાજની વાડીનું ભૂમિ પુજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...