સાવરકુંડલામા વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના નેજા હેઠળ લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર દર્દીઓની સેવાનો જાણે યજ્ઞ ચલાવી રહ્યું છે. દાતાઓના સહયોગથી અહી મોટી સંખ્યામા દર્દીઓના સામાન્ય રોગથી લઇ કેન્સર સુધીની સારવાર અને તમામ ઓપરેશન વિનામુલ્યે કરવામા આવે છે.
ઉપરાંત દર્દીને દવાથી લઇ રહેવા જમવાની સગવડતા પણ અપાય છે. જયારે તગડી ફી વસુલતા ખાનગી તબીબો માત્ર રાત હોવાના કારણે ગંભીર ઘાયલ દર્દીને સારવારનો ઇનકાર કરી દે તેવા સમયે પણ આરોગ્ય મંદિર દર્દીની પડખે ઉભુ હોય છે.
આવી ઘટના બની છે સાવરકુંડલાના પ્રતાપભાઇ ખુમાણ સાથે રાત્રે તેઓ ટ્રસ્ટની ઓફિસે બેઠા હતા અને નોટીસ બોર્ડનો કાચ ઉતારતી વખતે કાચ ફુટતા હાથમા ગંભીર ઇજા પહોંચી હતી. સતત લોહી વહેતુ હોય તેઓ તાબડતોબ પોતાના મિત્રની ખાનગી હોસ્પિટલે દોડી ગયા હતા. પરંતુ ખાનગી તબીબે હાલમા મારી પાસે સ્ટાફ નથી તેમ કહી સારવારનો ઇનકાર કરી દીધો હતો.
સતત લોહી વહેતુ હોય તેઓ તાબડતોબ આરોગ્ય મંદિર ખાતે દોડી ગયા હતા. અહીના સ્ટાફે તાબડતોબ તેમની સારવાર કરી લોહી વહેતુ બંધ કર્યુ હતુ અને હાથ પર ટાંકા લીધા હતા. નર્સિંગ સ્ટાફ પણ ખડેપગે રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.