આયોજન:58મી ગુજરાત રાજ્ય શુટીંગ સ્પર્ધામાં ડીએલએસએસની ટીમ ચેમ્પીયન બની

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત ગજેરા સ્કુલના છાત્રોએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો

અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત એસ.એચ.ગજેરા સ્કુલ ડીએલએસએસની ટીમે 58મી ગુજરાત સ્ટેટ રાજય શુટીંગ સ્પર્ધામા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તાજેતરમા અમદાવાદ ખાતે 58મી ગુજરાત સ્ટેટ શુટીંગ સ્પર્ધાનુ આયોજન કરાયુ હતુ. જેમા અમરેલી વિદ્યાસભા સંચાલિત એસ.એચ.ગજેરા ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સંકુલની ટીમના 14 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમા 10મી. પીપ સાઇટ એર રાઇફલ યુથ વુમેન ઇન્ડિવીઝયુઅલ કેટેગરીમા સુહાના સોલંકીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જયારે ઇવાંશી પરાલીયાએ સિલ્વર મેડલ અને મિતલ મકવાણાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

જયારે 10મી. ઓપન સાઇટ એર રાઇફલ મેન વુમેનમા વિજય ધોરીયાએ ગોલ્ડ મેડલ, ધર્મિષ્ઠા પરમારે સિલ્વર અને દર્શન ડાંગરે બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનુ નામ રોશન કર્યુ હતુ. આ સ્પર્ધામા રાજયમાથી બે હજાર જેટલા ખેલાડીઓએ જુદીજુદી વય જુથ તથા ઇવેન્ટમા ભાગ લીધો હતો. સંસ્થાના પ્રમુખ વસંતભાઇ ગજેરા, ચતુરભાઇ ખુંટ, કેમ્પસ ડાયરેકટર હસમુખભાઇ પટેલ તેમજ કોચ પુલકિતાબેન, ટ્રેનર અને આચાર્યોએ છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...