લોકોમાં રોષ:દામનગર પાસે ડાયવર્ઝનથી 6 ગામના લોકોને પરેશાની

દામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલકોને અકસ્માતની સેવાતી ભીતિ : કોન્ટ્રાકટર સામે લોકોમાં રોષ

દામનગર નજીક ડબરા નદી પર પુલ બનાવવાની કામગીરી શરૂ હાેય અહી કાઢવામા અાવેલ ડાયવર્ઝનથી અાસપાસના છ ગામના લાેકાેને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે અા પ્રશ્ને યાેગ્ય કરવા માંગ ઉઠી છે.દામનગરથી ભાવનગર બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારને જાેડતા ડબરા નદી પર પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

પરંતુ અહી કાેન્ટ્રાકટરે યાેગ્ય રીતે ડાયવર્ઝન કાઢયુ ન હાેય જેના કારણે વાહન ચાલકાેને માટીમાથી પસાર થવુ પડી રહ્યું છે. અહીથી પસાર થતા મુળીયાપાટ, સુવાગઢ, હડમતીયા, લાખાવાડ, વિકળીયા સહિતના ગામ લાેકાેને ભારે હાડમારી વેઠવી પડી રહી છે.ડાયવર્ઝનમાથી પસાર થતી વખતે વાહન ચાલકાેને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. અહીથી પસાર થતા માેટર સાયકલ અનેક વખત માટીના કારણે સ્લીપ થઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...