કાર્યવાહી:દિતલાની શેલ નદીના પટમાંથી રેતી ચાેરી ઝડપાઇ, 1 સામે રાવ

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે 2 ટ્રેકટર, રેતી મળી 5 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા બેફામ રેતી ચાેરી ચાલી રહી છે ત્યારે પાેલીસે ચલાલા નજીક દિતલા ગામની શેલ નદીના પટમાથી બે ટ્રેકટરને રેતી ચાેરી કરતા ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી રેતી અને બે ટ્રેકટર મળી કુલ રૂપિયા પાંચ લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની વોચ છતાં રેત માફિયાઓ બેફામ બન્યા છે.

પાેલીસે અહીથી ટ્રેકટર નંબર જીજે 04 અેચ 8643 અને ટ્રાેલીમા ભરેલી રેતી મળી કુલ રૂપિયા 2.53 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. પાેલીસે મનસુખ નાગજીભાઇ કેશુર નામના શખ્સ સામે ગુનાે નાેંધ્યાે હતાે. અા ઉપરાંત પાેલીસે અહીથી ટ્રેકટર નંબર જીજે 14 અેકે 0276મા કાેઇ પાસ પરમીટ કે રાેયલ્ટી વગર ચાેરી કરવામા અાવી રહી હાેય ઝડપી લીધી હતી. પાેલીસે ચાલક સામે ગુનાે નાેંધી 2.54 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે.

અામ પાેલીસે અહીથી રેતી અને બે ટ્રેકટર મળી પાંચ લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. વધુ તપાસ અેઅેસઅાઇ અાઇ.અેલ.ગાેહિલ ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા ખાસ કરીને શેત્રુજી સહિત નદીના પટમા બેફામ રેતી ચાેરી કરવામા અાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...