વિરોધ પ્રદર્શન:અમરેલી શહેરમાં આજે જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા 'ગુજરાત માગે રોજગાર'ના સૂત્રો સાથે રેલી યોજાઇ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના ધારાસભ્ય સહિત કોંગી હોદેદારો સક્રિય થયા વિશાલ સંખ્યામાં રેલી યોજાઈ

ગુજરાત યુથ કોંગ્રેસ અધ્યક્ષ વિશ્વનાથસિંહના અધ્યક્ષ સ્થાને 'ગુજરાત માગે રોજગાર' રેલી સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહી છે, ત્યારે આજે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના શહેર અમરેલીમાં આ રેલી યોજાઇ હતી. જેમા 'ગુજરાત માંગે રોજગાર' રેલી કોંગ્રેસ કાર્યાલયથી રાજકમલ ચોક અને નાગનાથ ચોક થઈને બહુમાળી ભવન રોજગાર કચેરીએ પહોંચી હતી. આજે આ કાર્યક્રમ અંતર્ગત યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર કચેરીનો ઘેરાવ કરી બેરોજગાર યુવાઓની સંખ્યાનુ આંકલન માગવામાં આવ્યું હતું પરંતુ અધિકારી હાજર નથી તેવું કહી બે રોજગારીની સંખ્યા આપવાનું ટાળ્યું હતુ. જેનાથી નારાજ યુથ કોંગ્રેસ અને બંને ધારાસભ્યોએ રોજગાર કચેરી એ જમીન પરજ બેસી ને સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે.રૈયાણી,જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દેવરાજ બાબરીયા, સાવરકુંડલાના યુવા ધારાસભ્ય પ્રતાપ દૂધાત, અમરેલી ધારાસભ્ય પરેશ ધાનાણી સહિત કાર્યકરો સાથે હાજર રહ્યા હતા. જોકે આ આયોજનમાં રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર,બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમ્મર ને પણ આમંત્રણ હતુ પરંતુ છેલ્લા કેટલાક સમયથી જાહેર કાર્યક્રમો થી લગભગ દૂર જોવા મળી રહ્યા છે આજે પણ આ કાર્યક્રમ તેમની ગેરહાજરી વચ્ચે યોજાયો હતો. જયારે અહીં અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને હાર્દિક પટેલ વિશે પૂછવામા આવતા પરેશ ધાનાણીએ જવાબ આપવાનુ ટાળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...