પરિણામ:જિલ્લાનું ધો. 10નું પરિણામ 68.26 ટકા : 275 છાત્રોએ મેળવ્યો એ-1 ગ્રેડ

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 19 અને 20 કરતા 15 ટકા પરિણામ વધ્યું : રાજ્યમાં અમરેલી જિલ્લો સાતમાં ક્રમે
  • મોટા ઉજળા કેન્દ્રનંુ સૌથી ઉંચુ 90 ટકા પરિણામ

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નુ પરિણામ જાહેર કરવામા આવતા અમરેલી જિલ્લાનુ પરિણામ 68.26 ટકા આવ્યું હતુ. જિલ્લામા અત્યાર સુધીમા સૌથી વધુ 275 છાત્રોએ આ વખતે એ-1 ગ્રેડ મેળવ્યો હતો. અગાઉના વર્ષોની સરખામણીમા જિલ્લાનુ પરિણામ ઉંચુ રહેતા છાત્રોમા ખુશી જોવા મળી હતી.

શિક્ષણ બોર્ડ દ્વારા આજે પોતાની વેબસાઇટ પર પરિણામ જાહેર કરાયુ હતુ. જેમા અમરેલી જિલ્લામા પરીક્ષા આપનારા 15978 છાત્રોમાથી 68.26 ટકા છાત્રોએ પરીક્ષા પાસ કરવામા સફળતા મેળવી હતી. કુલ 10906 છાત્રો પરીક્ષા પાસ કરવામા સફળ રહ્યાં હતા. આજે સવારે બોર્ડ પર પરિણામ જાહેર કરાતા જ છાત્ર છાત્રાઓએ પોતાનુ પરિણામ જાણવા પડાપડી કરી મુકી હતી. પરિણામની દ્રષ્ટિએ અમરેલી જિલ્લો સમગ્ર રાજયમા સાતમા ક્રમે રહ્યો હતો. વર્ષ 2020મા જાહેર થયેલા ધોરણ 10ના પરિણામ કરતા ચાલુ વર્ષે પરિણામ 15 ટકા ઉંચુ આવ્યું હતુ.

ગત વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયુ હતુ. અમરેલી જિલ્લામા કુલ 29 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામા આવી હતી. જે પૈકી સૌથી ઉંચુ પરિણામ મોટા ઉજળા કેન્દ્રનુ 90 ટકા આવ્યું હતુ. જયારે સૌથી નીચુ પરિણામ દેવકા કેન્દ્રનુ 54.65 ટકા આવ્યું હતુ. અમરેલી કેન્દ્રનુ પરિણામ 73.54 ટકા રહ્યું હતુ. આ વર્ષે રેકોર્ડબ્રેક 275 છાત્રોને એ-1 ગ્રેડ મળ્યો હતો. જયારે 1289 છાત્રોને એ-2 ગ્રેડ મળ્યો હતો. ઉપરાંત 2262 છાત્રોને બી-1 તથા 3031 છાત્રોને બી-2 ગ્રેડ મળ્યો હતો.

કેન્દ્રપરીક્ષા આપીપાસટકા
અમરેલી2370174373.54
બગસરા73150869.49
ધારી89853459.47
કુંકાવાવ26623287.22
લાઠી67851876.4
રાજુલા139381858.72
સાવરકુંડલા139676654.87
ચલાલા40622354.93
બાબરા70039456.29
વડીયા25922285.71
લીલીયા44231270.59
ખાંભા53035266.42
મોટા ઉજળા15013590
દામનગર56646782.51
જાફરાબાદ65937056.15
બાઢડા31925780.56
ચિતલ33425375.75
જાળીયા52746387.86
જેશીંગપરા23918476.99
હડાળા21317481.69
મોટા આંકડીયા20016783.5
ટીંબી32625879.14
વિજપડી36928075.88
વંડા32418557.1
દેવકા72139454.65
મોટા દેવળીયા25018975.6
ડેડાણ28617561.19
કરીયાણા34828581.9
નાગેશ્રી16912372.78

ચાર વર્ષના પરિણામ પર નજર
વર્ષ 2019 61.65 ટકા
વર્ષ 2020 53.30 ટકા
વર્ષ 2021 માસ પ્રમોશન
વર્ષ 2022 68.26 ટકા

ત્રણ શાળાનું પરિણામ 0 ટકા
અમરેલી જિલ્લામા ત્રણ શાળાઓ એવી છે જેનો એકપણ વિદ્યાર્થી ધોરણ 10મા પાસ થઇ શકયો નથી. માર્ચ 2020મા આવી પાંચ શાળા હતી. આ ઉપરાંત 8 શાળાઓ એવી છે જેનુ પરિણામ 30 ટકાથી પણ ઓછુ આવ્યું છે.

કેવુ રહ્યું પરિણામ ?

નોંધાયેલા છાત્રો16158
ઉપસ્થિત1597800.00%
એ-1275
એ-21,289
બી-12262
બી-23031
સી-12674
સી-21299
ઇ-12777
ઇ-22295
પાસ10906

કેટલા છાત્રો ક્યા ક્યા ગ્રેડ મેળવ્યા?
અમરેલી જિલ્લામાં ધો. 10 માં 275 છાત્રોએ A-1 ગ્રેડ, 1289 એ A-2, 2262 એ B-1 અને 3031 એ B-2 ગ્રેડ મેળવ્યો હતો.

18 શાળાનો ડંકો 100 ટકા પરિણામ
સમગ્ર જિલ્લામા 18 શાળાએ પોતાના ધોરણ 10ના પરિણામમા ડંકો વગાડયો હતો. આ શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યુ હતુ. બે વર્ષ અગાઉ જિલ્લામા આવી માત્ર 6 શાળા હતી. જયારે ચાલુ વર્ષે સંખ્યા વધીને 18 થઇ છે.

અન્ય સમાચારો પણ છે...