તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:જિલ્લા પંચાયત નું 641.65 લાખનું બજેટ મંજુર

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમરેલી જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ સ્થાને સભા મળી, જુદી-જુદી અાઠ સમિતીઓની પણ રચના કરાઇ

અમરેલી જિલ્લા પંચાયત ખાતે નવા ચુંટાયેલા પ્રમુખ રેખાબેન માેવલીયાના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા મળી હતી. બેઠકમા 641.65 લાખનુ બજેટ મંજુર કરાયુ હતુ.જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન માેવલીયા, ડીડીઅાે તેજસ પરમાર, સાંસદ નારણભાઇ કાછડીયા, ઉપપ્રમુખ ભુપતભાઇ વાળા સહિત સભ્યાે અને અધિકારીઅાેની ઉપસ્થિતિમા પ્રથમ સામાન્ય સભા મળી હતી.

બેઠકમા ગત વર્ષની ખુલતી સિલક સહ કુલ રૂપિયા 641.65 લાખના અંદાજ કરી સ્વભંડાેળ ખર્ચનાે અંદાજ રકમ રૂપિયા 576.60 લાખના ખર્ચ કરવાનુ અાયાેજન કરાયુ હતુ. જયારે પંચાયતે તબદીલ પ્રવૃતિઅાે સરકારી યાેજનાઅાે માટે રકમ રૂપિયા 753.74 લાખના અંદાજપત્ર રજુ થવા દરખાસ્ત કરાઇ હતી.સભામા 641.65 લાખની અાવક અંદાજ સાથેનુ અંદાજપત્ર મંજુર કરાયુ હતુ. જેમા 576.60 લાખના ખર્ચની જાેગવાઇ કરાઇ હતી.

વર્ષ 2021-22 માટે જાેગવાઇઅાે તથા યાેજનાકીય પ્રવૃતિ હાથ ધરવા માટે માનદ વેતન, પગાર ભથ્થા અાવશ્યક ખર્ચ માટે રૂપિયા 158.41 લાખ, પંચાયત ક્ષેત્રે રૂપિયા 3.21 લાખ, નાેકરીયાત ક્ષેત્રે 2.42 લાખ, વિકાસ ક્ષેત્રે 341.44 લાખ, શિક્ષણ ક્ષેત્રે 6.94 લાખ, અારાેગ્ય ક્ષેત્રે 15.94 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 2.10 લાખ, બાંધકામ ક્ષેત્રે 32.50 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 10.98 લાખ, પ્રચાર અાંકડા ક્ષેત્રે 0.50 લાખ, પશુપાલન ક્ષેત્રે 0.75 લાખ, અાયુર્વેદ ક્ષેત્રે 1.30 લાખ, અાઇસીડીઅેસ ક્ષેત્રે 0.10 લાખ મળી કુલ 576.60 લાખના ખર્ચની જાેગવાઇ કરવામા અાવી હતી.

અાઠ સમિતીઅાેની રચના કરાઇ
જિલ્લા ભાજપ પ્રમુખ કાૈશિકભાઇ વેકરીયા, સાંસદ નારણભાઇના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન માેવલીયાઅે વિવિધ સમિતિઅાેની રચના કરી હતી. જેમા કારાેબારી સમિતી, બાંધકામ સમિતિ, શિક્ષણ સમિતી, અારાેગ્ય સમિતિ, ઉત્પાદન સહકાર, સિંચાઇ સમિતિ, મહિલા બાળ વિકાસ, યુવા પ્રવૃતિ સમિતિ, અપીલ સમિતિ, અને સામાજીક ન્યાય સમિતી મળી અાઠ સમિતીની રચના કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો