અમરેલી જિલ્લા પંચાયતના કર્મચારીઓએ ફંડ એકત્રીત કરી પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા ઉભી કરી હતી. અહી દરેક શાખા દીઠ, પાર્કિંગ એરિયા, કમ્પાઉન્ડમાં અને વૃક્ષો ઉપર પક્ષીઓ માટે પીવાના પાણીની કુંડી તથા ચણ મુકવામાં આવી હતી.
વધતા તાપમાનથી આકરી ગરમી પડી રહી છે. બળબળતા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવા સમયે માણસને પણ પાણીની જરૂરીયાત વધી જતી હોય છે. આવી સ્થિતિમાં પક્ષીઓની કેવી પરિસ્થિતિ થતી હશે ? તે વિચારીને જ લોકો પક્ષીઓ માટે પાણીના કુંડનું વિતરણ કરતા હોય છે. પણ હવે આવી સેવાકીય કાર્યમાં સરકારી કર્મચારીઓ જોડાયા હતા.
અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના કર્મચારીઓએ ફંડ એકત્રીત કરી સેવાકીય કાર્યનો આરંભ કર્યો હતો. અહી દરેક શાખા દીઠ, પાર્કિંગ વિસ્તાર, કમ્પાઉન્ડમાં આવેલ વૃક્ષો ઉપર પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા અને ચણની વ્યવસ્થા કરી હતી. કાળઝાળ ગરમીમાં જિલ્લા પંચાયતના કર્મચારીઓએ સેવાકીય પ્રવૃતિનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.