આયોજન:અમરેલીમાં ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઇ, 11 ટીમોએ ભાગ લીધો

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાઇનલમાં વિદ્યાસભા સ્કુલના ખેલાડીઓએ બાજી મારી

અમરેલીમાં વિદ્યાસભા સંચાલિત એસ.એચ.ગજેરા ડીએલએસએસ સ્કુલના છાત્રો માટે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યું હતુ. જેમા 11 ટીમોએ ભાગ લીધો હતો. અને ફાઇનલ મેચમા વિદ્યાસભા સ્કુલના ખેલાડીઓ વિજેતા બન્યાં હતા. સરકાર દ્વારા ગ્રામિણ કક્ષાએ પણ ખેલાડીઓ જુદીજુદી રમત ગમતમા પોતાનુ કૌવત બતાવી શકે અને રાજય અને દેશ લેવલે રમત ગમતમા આગળ ધપી શકે તે માટે ખેલ મહાકુંભનુ આયોજન કરાયુ છે. જે અંતર્ગત અમરેલીમા વિદ્યાસભા ડીએલએસએસ દ્વારા જિલ્લાકક્ષા કબડ્ડી સ્પર્ધા યોજાઇ હતી.

કબડ્ડી સ્પર્ધામા અંડર-17મા 11 ટીમોએ ભાગ લીધો હતો. જેમા ફાઇનલ મેચમા ડીએલએસએસ વિદ્યાસભા સ્કુલના છાત્રોની ટીમ વિજેતા બની હતી. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઇ ગજેરા તથા ટ્રસ્ટીઓ અને કેમ્પસ ડાયરેકટર હસમુખભાઇ પટેલ તેમજ કોચ અને ટ્રેનરો તેમજ આચાર્યોએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...