તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વન મહોત્સવ:જિલ્લાકક્ષાનો વન મહોત્સવ ચલાલામાં યોજાયો

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વૃક્ષાેએ ભાવિ પેઢીની વિરાસત છે: જાડેજા, શ્રમયાેગીઓને વાસણ કીટનું વિતરણ કરાયું

ચલાલા ખાતે આજે પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમા અમરેલી જિલ્લાકક્ષાના વન મહાેત્સવની ઉજવણી કરવામા આવી હતી. આ વન મહાેત્સવ દરમિયાન અહીના શ્રમયાેગીઓને ચુલા અને વાસણ કીટનુ પણ વિતરણ કરાયુ હતુ. અમરેલી જિલ્લાકક્ષાનાે આ 71માે વન મહાેત્સવ અહીની ગાયત્રી મંદીર મહિલા કાેલેજના પટાંગણમા યાેજાયાે હતાે. પ્રભારી મંત્રી જાડેજા ઉપરાંત ફાયનાન્સ બાેર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની ઉપસ્થિતિમા આ કાર્યક્રમ યાેજાયાે હતાે. આ તકે બાેલતા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે વૃક્ષાે એ ભાવિ પેઢીની વિરાસત છે. તેનુ વાવેતર થાય અને વન સંપદાઓનુ મહત્વ જળવાઇ રહે તે માટે લાેક જાગૃતિ આવશ્યક છે.

વૃક્ષાે વરસાદને ખેંચી લાવે છે અને તે ઓકસિજનનાે મુખ્ય સ્ત્રાેત છે તે વાત કાેઇએ ભુલવી જાેઇએ નહી. વનવિભાગ રાેપાઓનુ વિતરણ કરે છે. પરંતુ તેના ઉછેરની જવાબદારી આપણા સાૈની છે. ધનસુખભાઇએ જણાવ્યું હતુ કે વન મહાેત્સવના કારણે વનિકરણ વધતા રાજય હરીયાળુ બન્યું છે. આ તકે લાભાર્થીઓને નિર્ધુમ ચુલા અને શ્રમયાેગીઓને વાસણ કીટનુ વિતરણ કરાયુ હતુ. બાદમા અહી પટાંગણમા વૃક્ષાેનુ વાવેતર પણ કરવામા આવ્યું હતુ. આ તકે મુખ્ય વનસંરક્ષક ડાે.એ.પી.સીંગ, જિલ્લા કલેકટર આયુષ ઓક, ડીડીઓ તેજસ પરમાર, નાયબ વન સંરક્ષક અંશુમન શર્મા, ડાે. પ્રિયંકા ગેહલાેત, હિરેનભાઇ હિરપરા, કાૈશિકભાઇ વેકરીયા, જે.વી.કાકડીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...