બેઠક:મચ્છર જન્ય રોગચાળો અટકાવવા જરૂરી પગલા ભરવા અધિકારીઓને જિલ્લા કલેક્ટરની સુચના

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મચ્છર જન્ય રોગો માટે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. - Divya Bhaskar
મચ્છર જન્ય રોગો માટે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
  • જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વાહકજન્ય રોગની સંકલન સમિતિની બેઠક મળી

અમરેલી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને વાહક જન્ય રોગની સંકલન સમિતિની બેઠક મળી હતી. ચોમાસુ નજીક છે. તથી મચ્છરજન્ય રોગચાળાને ફેલાતો અટકાવવાની કામગીરી માટે યોગ્ય પગલાં ભરવા કલેકટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

ઉપરાંત બેઠકમાં જિલ્લાની મેલેરિયા શાખા અને અન્ય વિભાગો દ્વારા વિવિધ પ્રકારે જાગૃત્તીલક્ષી કામગીરી કરવામાં આવે તે માટે કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં અચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. પરંતુ વર્ષ 2022ના વીતેલા સમય દરમિયાન મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ ઘટ્યું છે. સ્વચ્છતાના અભાવે મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે.

જિલ્લામાં ગ્રામ્યથી માંડી શહેરી વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ તે સાથે ખુલ્લી જગ્યાઓમાં પાણી ન ભરાય ઉપરાંત તમામ જગ્યાએ સફાઈ નિયમીત રીતે કરવા કલેકટરે જરૂરી વિભાગને સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...