ચૂંટણી:જિલ્લા ભાજપ પ્રમુખ, યુવા નેતા વેકરીયા લડશે અમરેલીમાંથી

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિગ્ગજોને કોરાણે મુકી ભાજપે નવા ચહેરાને તક આપી

વિધાનસભાના વિપક્ષના પુર્વ નેતા અને કોંગીના પ્રદેશ આગેવાન પરેશ ધાનાણીના ગઢમા ગાબડુ પાડવા ભાજપે નવા ચહેરાને તક આપી છે અને અહીથી જિલ્લા ભાજપના પ્રમુખ અને યુવા આગેવાન કૌશિક વેકરીયાને ટીકીટ આપી છે. અમરેલી સીટ પર પરેશ ધાનાણીનો દસ વર્ષથી કબજો છે. 2012મા દિલીપ સંઘાણી અને 2017મા બાવકુભાઇ ઉંધાડને તેમણે પરાજીત કર્યા હતા.

કોંગ્રેસના ગઢ સમાન આ સીટને અંકે કરવા કૌશિક વેકરીયાને મેદાનમા ઉતારાયા છે. છેલ્લા બે વર્ષથી તેમણે જિલ્લામા ભાજપને ચેતનવંતો કર્યો છે. તેમની આ કામગીરીને ધ્યાને લેવાઇ છે. અહી દિલીપ સંઘાણી પોતાના પુત્ર માટે પ્રયત્ન કરતા હતા પરંતુ પક્ષે નેતાઓના કુટુંબીને ટીકીટ નહી આપવાનો નિર્ણય કરતા ખુદ સંઘાણીએ જ કૌશિક વેકરીયાને ટેકો જાહેર કર્યો હતો. છેલ્લી બે ટર્મથી આ સીટ ભાજપ પાસે નથી.

અન્ય સમાચારો પણ છે...