તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:જિલ્લા ભાજપમાં 8 ઉપપ્રમુખની વરણી, ભુપેન્દ્રભાઈ બસિયા, પીઠાભાઇ નકુમ અને પુનાભાઈ ગજેરાને મહામંત્રી પદ

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સાથે ચર્ચા કર્યા બાદ જિલ્લાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેને જિલ્લાભરના આગેવાનોએ આવકારી હતી. તેમજ ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આયોજન કરાયું હતું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા થોડા સમય પહેલાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કૌશિકભાઈ વેકરીયાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આજે કૌશિક ભાઈ વેકરીયા દ્વારા પ્રદેશ અધ્યક્ષ સાથે ચર્ચા બાદ જિલ્લાભરમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ઉપાધ્યક્ષ તરીકે 8 લોકોની વરણી કરવામાં આવી છે.

જેમાં અતુલભાઇ કાનાણી, શરદભાઈ પંડ્યા, લલીતભાઈ આંબલીયા, સુરેશભાઈ પાનસુરીયા, યોગેશભાઈ બારૈયા, જયાબેન ગેલાણી, જોયત્સનાબેન અગ્રાવત, વંદનાબેન મહેતાનો સમાવેશ થાય છે, જ્યારે મહામંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ બસિયા, પીઠાભાઇ નકુમ, પુનાભાઈ ગજેરા અને મંત્રી તરીકે નરેન્દ્રભાઈ ફિંડોળીયા, મનોજભાઈ મહિડા, કમળાબેન ભુવા, રેખાબેન માવદીયા, રંજનબેન ડાભી, પારૂલબેન દાફડા, જયેશભાઈ ટાંક, રાજુભાઈ ભુવાની વરણી થઈ છે. કોષાધ્યક્ષ તરીકે દીપકભાઈ વઘાસીયાની વરણી કરવામાં આવી હતી. જિલ્લામાં નવા વરાયેલા હોદ્દેદારોને ભાજપ આગેવાનોએ આવકાર્યા હતા. અહીં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા દ્વારા આગામી દિવસોમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. આ વરણીને સૌ કોઇએ આવકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો