અમરેલી જિલ્લાની 5 વિધાનસભાની સીટ માટે આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે. અહી ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સીધો જ ત્રિપાંખીયો જંગ છે. ઉપરાંત 13 ઉમેદવાર પ્રાદેશિક પાર્ટીના છે. જિલ્લામા 21 અપક્ષ ઉમેદવાર મેદાનમા છે. 12,59,294 મતદારો મતદાન કરશે. આ માટે 855 સ્થળે 1412 બુથ ઉભા કરાયા છે.
ફૂલડે વધાવ્યા પણ મતથી વધાવશે ?
અમરેલીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ગઈકાલે બજારમાં ફરી વેપારીઓને મળ્યા હતા. વેપારીઓએ ઉમેદવારને ફુલડે તો વધાવ્યા પરંતુ મતથી વધાવશે ખરા ? આ પ્રશ્નનો જવાબ વેપારીઓ કાલે આપશે અને જવાબ શું આપ્યો તેની ખબર આઠમી તારીખે પડશે.
અમરેલી : કોંગ્રેસને ગઢ સાચવવાની ચિંતા. આપના ઉમેદવાર કોઇનો પણ ખેલ બગાડી શકે છે.
લાઠી : કોંગીના પીઢ આગેવાન સામે કોંગીમાથી ભાજપમા ગયેલા ઉમેદવાર આપી રહ્યાં છે ટક્કર. મુકાબલો રસપ્રદ
સાવરકુંડલા : કોંગીના આક્રમક નેતા સામે ભાજપે નવો ચહેરો મેદાનમા ઉતારી જંગને રોમાંચક બનાવ્યો છે.
રાજુલા : અહી ચાર પાંખીયો જંગ : કેાંગીને નડે છે આપના ઉમેદવાર અને ભાજપને નડે છે અપક્ષ ઉમેદવાર. મુકાબલો રોમાંચક બનશે.
ધારી : કોંગી ઉમેદવાર ખાંભાના, ભાજપના ઉમેદવાર ધારીના, આપના ઉમેદવાર બગસરાના. મુકાબલામા બરાબરની ટક્કર
અમરેલી જિલ્લામા રાજુલા બેલ્ટને બાદ કરતા કોઇ વિસ્તારમા મોટા ઉદ્યોગો નથી. જેના કારણે ધંધાર્થે સ્થળાંતર એ અહીના ગ્રામિણ વિસ્તારનો સૌથી મોટો પ્રશ્ન છે. તહેવારોના દિવસોને બાદ કરતા ગામડાઓ ખાલીખમ ભાસે છે. યુવા વર્ગ તો છોડો અહી ભાજપ કોંગીના કેટલાક ઉમેદવારો પણ ધંધાર્થે સુરત, અમદાવાદ સ્થાયી થયા છે. રોજગારી અપાવતા ઉદ્યોગોનો અભાવ મોટો પ્રશ્ન છે.
બેઠક દીઠ ઉમેદવાર
બેઠક | ભાજપ | કૉંગ્રેસ | આપ |
અમરેલી | કૌશિક વેકરિયા | પરેશ ધાનાણી | રવિધાનાણી |
લાઠી | જનક તળાવિયા | વિરજી ઠુંમર | જયસુખ દેત્રોજા |
કુંડલા | મહેશ કસવાલ | પ્રતપા દુધાત | ભરત નાકરાણી |
રાજુલા | હિરા સોલંકી | અંબરીશ ડેર | ભરત બલદાણિયા |
ધારી | જે. વી. કાકડિયા | ડો. કિર્તી બોરીસાગર | કાંતી સતાસિયા |
બેઠકદીઠ મતદાન મથકો
કુલ મતદાન મથક સંવેદન-અતિ સંવેદનશીલ
1412 414
બેઠક | મતદાન મથક | સંવેદન-અતિ સંવેદનશીલ |
અમરેલી | 301 | 88 |
ધારી | 272 | 83 |
લાઠી | 240 | 72 |
સા.કુંડલા | 296 | 92 |
રાજુલા | 303 | 79 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.