સાેશ્યલ મિડીયામા મળેલી સ્વતંત્ર્તાનાે ગેરઉપયાેગ કરી જુદાજુદા પ્લેટફાેર્મ પર ચાઇલ્ડ પાેર્નોગ્રાફીને લગતા વિડીયાે કે ફાેટાઅાે અપલાેડ કરનારા તત્વાે સામે કાયદાનાે સિકંજાે મજબુત બની રહ્યાે છે. અમરેલી જિલ્લામા જુદાજુદા 11 શખ્સાેઅે પાેતાના સાેશ્યલ મિડીયાના પ્લેટફાેર્મ પર અાવા ફાેટા અને વિડીયાે અપલાેડ કર્યાનુ સાયબર પાેલીસના ધ્યાનમા અાવતા તમામ 11 કિસ્સામા તપાસ શરૂ કરાઇ છે.અમરેલી સાયબર પાેલીસ મથક દ્વારા અા તપાસ શરૂ કરવામા અાવી છે. અને ત્રણ દિવસ દરમિયાન અાવા જુદાજુદા 11 કિસ્સાઅાે પાેલીસ દફતરે નાેંધવામા અાવ્યાં છે.
સાેશ્યલ મિડીયાના અલગ અલગ માધ્યમ પર લાેકાેને માેટી સ્વતંત્ર્તા મળેલી છે. પરંતુ તેની સામે અનેક નિયંત્રણાે ધરાવતા સાયબર ક્રાઇમનાે કાયદાે પણ અસ્તિત્વમા છે. કાયદાની પુરી જાણકારીના અભાવે અથવા પાેતાની હરકત અંગે પાેલીસને જાણકારી નહી મળે તેવી સાેચ સાથે અનેક લાેકાે કાયદાનાે ભંગ કરી નાખે છે. સમાજના અસામાજીક તત્વાે તાે કાયદાની અૈસી તૈસી કરીને પણ પાેતાની મનમાની કરે છે. પરંતુ અાવા તત્વાે સામે અમરેલી જિલ્લામા હવે પાેલીસ કાયદાનાે કાેરડાે વિંઝી રહી છે.
ધારી તાલુકાના દેવળા ગામના શખ્સે તારીખ 21/4/2020ના પાેતાના સાેશ્યલ મિડીયાના અેકાઉન્ટમા ચાઇલ્ડ પાેર્નોગ્રાફીને લગતી ફાઇલ અપલાેડ કરી હતી. અાવી જ રીતે સાવરકુંડલાના વિજપડી ગામના યુવાને 23/5/20ના રાેજ, કુંકાવાવના દેવગામના યુવાને 26/4/20ના રાેજ, સાવરકુંડલાના ઘાેબા ગામના યુવાને 24/4/21ના રાેજ તથા લાઠીના માેહનનગરમા રહેતા યુવાને 22/5/20ના રાેજ સાેશ્યલ મિડીયામા અાવી ફાઇલાે અપલાેડ કરી હતી.
અાવી જ રીતે ખાંભા તાલુકાના સમઢીયાળા ગામના, જાફરાબાદ તાલુકાના મિતીયાળા ગામના તથા બાબરાના યુવાન સામે પણ કાર્યવાહી શરૂ કરાઇ છે. રાજુલાના સંઘવી ચાેકમા રહેતા શખ્સ, બગસરામા બંગલીચાેકમા રહેતા શખ્સ અને રાજુલાના ચાૈત્રા ગામના શખ્સ સામે પણ પાેલીસે તપાસ શરૂ કરી છે. પાેલીસ દ્વારા અા તમામ માેબાઇલ ધારકાેના સાેશ્યલ મિડીયાની પુરેપુરી ડિટેઇલ મેળવી બાદમા અાગળની કાર્યવાહી શરૂ કરાશે. અાવનારા દિવસાેમા અાવા વધુ કેટલાક શખ્સાે સામે પણ કાર્યવાહી શરૂ કરાશે.
હથિયારાે સાથે ફાેટા મૂકનારા પણ અટવાયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે થાેડા સમય પહેલા પાેલીસે સાેશ્યલ મિડીયાના અેકાઉન્ટમા હથિયારાે સાથે પાેતાના ફાેટા વિડીયાે અપલાેડ કરનારા તત્વાે સામે પણ અાવી જ તપાસ શરૂ કરી હતી અને અા હથિયારાે કાેની માલિકીના છે, કાયદેસર છે કે કેમ વિગેરે મુદાઅાેની તપાસ કરાઇ હતી.
માેબાઇલ ધારકાેની પુછપરછ કરાશે પાેલીસ સુત્રાેઅે જણાવ્યું હતુ કે સાેશ્યલ મિડીયામા ચાઇલ્ડ પેાર્નોગ્રાફીને લગતા ફાેટા અને વિડીયાે અપલાેડ કરનારા લાેકાે અંગે ઉંડાણપુર્વક તપાસ કરવામા અાવશે અને જરૂરી પુરાવાઅાે મેળવ્યા બાદ તેમની સામે સાયબર ક્રાઇમ અંગેના કાયદાની જરૂરી કલમાે હેઠળ ગુનાે દાખલ કરવામા અાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.