તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિફોર્મનું વિતરણ:અમરેલી જિલ્લામાં આંગણવાડીના 3 થી 6 વર્ષના 37,400 વિદ્યાર્થીને યુનિફોર્મનું વિતરણ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા, બાળ વિકાસ વિભાગે આંગણવાડી કેન્દ્ર ઉપર 40012 બાળકોને પૂર્વ પ્રા. શિક્ષણ આપ્યું છે

અમરેલી જિલ્લામાં આંગણવાડીના 3 થી 6 વર્ષના 37400 બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સભાખંડમાં સાંસદ નારણભાઇ કાછડીયાના અધ્યક્ષતામાં યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિડીયો કોન્ફરન્સ મારફતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા અને વિભાવરીબેન દવેની ઉપસ્થિતમાં આ કર્યક્રમ યોજાયો હતો.

જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગે આંગણવાડી કેન્દ્ર પર 40012 બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપ્યું હતું. સાંસદે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના 3 થી 6 વર્ષની 18 હજારથી વધુ બાળાઓ અને 19 હજારથી વધુ બાળકો મળી 37400 યુનિફોર્મ વિતરણ કર્યા છે.જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગે સરકારી ટેક હોમ રાશન યોજનાનો 6 માસથી 6 વર્ષના 41044 બાળકો, 17655 જેટલી સર્ગભા, ધાત્રી માતા અને 31220 જેટલી 11 થી 17 વર્ષની કિશોરીઓને લાભ આપ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા, જોષી, આરોગ્ય અધિકારી ડો. જે.એચ.પટેલ અને પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...