તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:અમરેલી જિલ્લાના રાજુલા, નાના મોટા લીલયામા વિસ્તારમાં ઉકાળા, મિથિલિન બ્લુનું વિતરણ શરૂ કરાયું

અમરેલી3 મહિનો પહેલા

અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે સેવાકીય સંસ્થા યુવાનોની ટીમો વિનામૂલ્ય ઉકાળામિથિલિનનું ગ્રામીણ શહેરી વિસ્તારમાં વિતરણ શરૂ કરી કોરોના સંક્રમણથી બચવા અનેક ઉપાયો લઈ આવ્યા છે. જયારે લોકો વિનામૂલ્ય આયુર્વેદિક વસ્તુઓ પણ વિતરણ કરી રહ્યાં છે. જેમાં અમરેલી જિલ્લાના રાજુલા, નાના મોટા લીલયામા વિસ્તારમાં ઉકાળા, મિથિલિનનું વિતરણ શરૂ કરાયું છે.

યુવાનોના સંગઠન દ્વારા આયુર્વેદિક ઉકાળા વિતરણ કરાઇ રહ્યું છે

નાના લીલીયામાં ફ્રીમાં મિથિલિન બ્લુનું વિતરણ કરાય રહ્યું છે. રાજુલા શહેરમાં વિશ્વહિન્દુ પરિષદ દ્વારા પણ વિનામૂલ્ય મિથિલિન બ્લુનું વિતરણ કરાઇ રહ્યું છે. સાથે સાથે જે ગામડામાં વધુ સંક્રમણ હોય છે તેવા ગામોમાં પણ વિતરણ કરી રહ્યાં છે. ઉપરાંત સાથે નાના લીલીયામાં યુવા કાર્યકરો અને યુવાનોના સંગઠન દ્વારા આયુર્વેદિક ઉકાળા વિતરણ કરાઇ રહ્યું છે.

કોરોના સંક્રમણમાં સંસ્થાઓ આગળ આવી

કોરોના સંક્રમણ અટકાવવા સામાજિક સંસ્થા સહિત સેવાકીય પ્રવુતિઓ કરનારા યુવા કાર્યકરો વિનામૂલ્ય સેવા કરવા આગળ આવી રહ્યાં છે. કેટલીક સંસ્થા ઓ કોરોના કાળ દરમ્યાન ખરા અર્થમાં માનવ સેવા કરી રહ્યાં છે.

સેવાકીય સંસ્થા ઓ દ્વારા ઉકાળા વિતરણ
સેવાકીય સંસ્થા ઓ દ્વારા ઉકાળા વિતરણ
અન્ય સમાચારો પણ છે...