કાર્યક્રમ:જિલ્લામાં 14 બેંક દ્વારા 210 લાભાર્થીઓને 980.63 લાખના ચેક અને સેક્શનનું વિતરણ

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીમાં સ્ટેટ બેંક દ્વારા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લામાં જુદી જુદી 14 બેંક દ્વારા 210 લાભાર્થીઓને રૂપિયા 980.63 લાખના ચેક અને સેકશનનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમરેલીમાં સ્ટેટ બેંક દ્વારા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો.નાણા મંત્રાલય, ભારત સરકાર અને એસ.એલ.બી.સી દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ આજે અમરેલીમાં અગ્રણી બેંક ભારતીય સ્ટેટ બેંક દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વિશાલ સકસેનાના અધ્યક્ષતામાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં જિલ્લાની તમામ બેંકોએ ભાગ લીધો હતો. અને વિવિધ યોજનાઓ પીએમઈજીપી, મુદ્રા, બાજપાઈ બેંકેબલ, સ્વસહાય જુથ યોજના, સ્ટેન્ડ અપ ઈન્ડીયાના લાભાર્થીઓને ચેક તથા સેંકશન લેટરનું વિતરણ કરાયું હતું.

જેમાં 14 બેંક દ્વારા 210 લાભાર્થીઓને 980.63 લાખ રૂપિયાના ચેક તથા સેક્શન લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય સ્ટેટ બેંકના રીજીયોનલ મેનેજર અજય જોબનપુત્રા, અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના જનરલ મેનેજર કોઠીયા, નાબાર્ડના ડીડીએમ ઝાલા, આરએચઈટીઆઈના ડાયરેકટર મેઘાણી સહિત વિવિધ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આભારવિધી જિલ્લા અગ્રણી બેંકના ચીફ મેનેજર અનિલ ગેહલોતે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...