સેવા કાર્ય:ખીજડીયા ગામે રાહત કામ કરતા મજુરોને છાશ, ગ્લુકોઝનું વિતરણ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય કર્મીએ સેવા કાર્ય કરી આરોગ્યની કાળજી લેવા માર્ગદર્શન આપ્યું

અમરેલી તાલુકાના ખીજડીયા(રાદડીયા)મા આરોગ્ય કર્મચારી દ્વારા દર વર્ષની જેમ ઓણસાલ પણ મનરેગા યોજનામા મજુરી કામ કરતા મજુરોને છાશ અને ગ્લુકોઝનુ વિતરણ કરી સેવા કાર્ય કર્યુ હતુ.મનરેગા યોજનામા રાહત કામે આવતા મજુરોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે આરોગ્ય કર્મચારી જીજ્ઞેશભાઇ ગઢવી દ્વારા દર વર્ષની જેમ મજુરોને છાશ અને ગ્લુકોઝના પેકેટનુ વિતરણ કર્યુ હતુ.

જીજ્ઞેશભાઇ દ્વારા પાછલા ચાર વર્ષથી આ સેવાકાર્ય કરવામા આવી રહ્યું છે.આ ઉપરાંત મજુરોને લુથી બચવા અને વધુ પાણી પીવા અને આરોગ્યની કાળજી લેવા અંગે પણ માર્ગદર્શન આપવામા આવ્યું હતુ. ગામના સરપંચ જાદવભાઇ ગળીયા, વિજયભાઇ ગૌસ્વામી, જગુભાઇ વાળા, મધુભાઇ વિગેરેએ પણ સહકાર આપ્યો હતો. અહી આગેવાનોએ જીજ્ઞેશભાઇ ગઢવીની આ સેવાને પણ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...