નાગરિકોની નોંધણી:લીલિયામાં વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અંગેના પુસ્તકોનું વિતરણ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલામાં ત્રીજી જાતિના નાગરિકોની નોંધણી

લીલીયામા અમૃતબા વિદ્યાલય ખાતે લોકતંત્ર કે પ્રહરી ચુંટણી પ્રક્રિયા અંગેના પુસ્તકોનુ છાત્રોને વિતરણ કરાયુ હતુ. તો સાવરકુંડલામા તંત્ર દ્વારા ત્રીજી જાતિના નાગરિકોની નોંધણી કરવામા આવી હતી. લીલીયા સ્થિત અમૃતબા વિદ્યાલય ખાતે લોકતંત્ર કે પ્રહરી હેન્ડબુક ELC પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ વિશે પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચુનાવ પાઠશાળાના નોડલ અધિકારી એચ.એમ. કરડ, જે.એફ. ઠુંમર, પી.એચ. ઠાકર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ છે. આ કાર્યક્રમ અંતર્ગત મતદાતા નોંધણી માટે વિશેષ ઝુંબેશ પણ યોજવામાં આવી રહી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા ખાતેના ત્રીજી જાતિના નાગરિકોની નોંધણી કામગીરી કરવામાં આવી હતી. ભારતના એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં ભાગરૂપે સાવરકુંડલા વિસ્તારમાં વસતા ત્રીજી જાતિના નાગરિકોની નોંધણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...