સેવા કાર્ય:અમરેલીમાં નાના ધંધાર્થીઓને 15 દિવસની રાશન કીટનું વિતરણ

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, દિવ્ય સેવા ફાઉન્ડેશને કાર્યક્રમ યોજ્યો

અમરેલીમાં લંડનના ભારતીબેન કંટારીયાના પિતા રામબાપાના 101માં જન્મદિને દિવ્ય સેવા ફાઉન્ડેશન, અનુકંપા ટ્રસ્ટ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નાના ધંધાર્થીઓને 15 દિવસ ચાલે તેટલી રાશન કીટ વિતરણ કરાયું હતું. કોરોના પગલે આંશિક લોકડાઉનમાં ઘણા બધા નાના ધંધાર્થીઓના ધંધા બંધ રહ્યા હતા. તેવા સમયે આવા પરિવારને મદદરૂપ થવા ડો. ભરતભાઇ કાનાબાર અને પી.પી.સોજીત્રાના નેજા હેઠળ રેડક્રોસ સોસાયટી ખાતે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

અમરેલીમાં પ્રથમ ચરણમાં શહેરના રસ્તા પર બેસી બુટ પોલીસ કરતા , ચાની નાની કેબીન - રેકડી ચલાવનાર અને પંચર સંધવાનું કામ કરતા ધંધાર્થીઓને 15 દિવસ ચાલે તેટલા ઘઉં, ચોખા, દાળ, ખાંડ, ચા, મસાલા, હળદર, મરચા અને સાબુ વસ્તુઓ સાથે કીટ અર્પણ કરવામાં આવી હતી. લોકડાઉનમાં ગત વર્ષે પણ ડો. ભરતભાઇ કાનાબાર અને પી.પી. સોજીત્રાએ મિત્રોના સહયોગથી આઠ હજારથી વધુ જરૂરીયાતમંદ સુધી રાશન કીટ પહોંચતી કરી હતી. અમરેલીના રેડક્રોસ સોસાયટીમાં યોજાયેલ કાર્યક્રમમાં ડો. ભરતભાઇ કાનાબાર, પી.પી. સોજીત્રા, હરેશભાઇ સાદરાણી, યોગેશભાઇ કોટેચા, હકુભાઇ ચૌહાણ, જયેશભાઇ ટાંક, કમલેશભાઇ ગરણીયા, તુલસીભાઇ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સોમનાથ ટ્રસ્ટની ટીમે રાજુલા અને જાફરાબાદના ગામડામાં કીટ વિતરણ કર્યું
સોમનાથ ટ્રસ્ટની ટીમે રાજુલા અને જાફરાબાદ પંથકના ગામડાઓમાં લોકોને કીટનું વિતરણ કર્યું હતું. સૌરાષ્ટ્રભરની ધાર્મિક સંસ્થાઓ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ માટે પહોંચી રહી છે. આજે સોમનાથ ટ્રસ્ટની ટીમ રાજુલા ગાયત્રી મંદિર પહોંચી હતી. અને સેવાભાવી લોકોની મદદ મેળવી જાફરાબાદના ગામડામાં 750 કીટ પહોંચાડી હતી. તેમજ હવે રાજુલાના અંતરિયાર ગામડા સુધી પણ ફ્રૂડ પેકેટ પહોંચાડવામાં આવશે. આ સેવાકીય કાર્યમાં ટીમ સાથે અનિરૂદ્ધભાઇ વાળા અને ભુપતભાઇ જોષી વિગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...